ડભોઇમાં શિક્ષણ ક્ષેત્રે ૭૦ વર્ષના યોગદાનની અનોખી ઉજવણી
ડભોઇમાં શિક્ષણ ક્ષેત્રે ત્રણ પેઢીથી અમૂલ્ય યોગદાન આપતા સ્વ.જગતસિંહ શાહ પરિવારની શૈક્ષણિક સફરના ૬૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે અલોક શાહ ઇંગલિશ ગુરુના માર્ગદર્શન હેઠળ એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ડભોઇના તમામ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયની બોર્ડ પરીક્ષા સમકક્ષ એક મોકડ્રીલ પરીક્ષાનું નિ:સુલ્ક આયોજન અલોક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન ડભોઇના શૈક્ષણિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું. ડભોઇના શિક્ષણ ક્ષેત્રે સરકાર માન્ય અમર ટાઈપ ક્લાસની સ્થાપના ૧૯૬૦ ના અરસામાં સ્વ. જગતસિંહ વર્ધમાનભાઈ શાહ દ્વારા કરાઈ હતી. તેમના દ્રઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નોથી ૨૦૦૬ સુધી હજારો વિદ્યાર્થી ઓની કારકિર્દી ઘડાઈ હતી. આ પરંપરા ને આગળ વધારતા તેમના સુપુત્ર અલોક શાહે અંગ્રેજી વિષયના કોચિંગમાં ૨૫ વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી અનેક રેકોર્ડ બ્રેક પરિણામો આપ્યા હતા. ડભોઇના શૈક્ષણિક વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણ્ય છે.

શૈક્ષણિક સેવા પ્રવાહના ૬૦ વર્ષ પૂર્ણ થતા, અલોક શાહે પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા અનોખી પહેલ કરીને ડભોઇના વિદ્યાર્થીઓ માટે બિલકુલ નિ:સુલ્ક મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કર્યું હતું. અને હજારોના ઇનામોની જાહેરાત પણ કરી હતી. જેના પ્રતિસાદરૂપે આ પરીક્ષામાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ને રવિવાર ના રોજ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની સમાન અનુભૂતિ મળી હતી. વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા માટે રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને રૂ ૩૦૦૦, દ્વિતીય સ્થાને રહેનારને રૂ ૨૦૦૦, તૃતીય સ્થાને રહેનારને રૂ ૧૦૦૦ આપવામાં આવ્યા હતા. આવતીકાલના તેજસ્વી બાળકોને પ્રેરણા મળે એ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક ઉન્નતી માટેનું આ પગલું માત્ર પરીક્ષા પૂરતું સીમિત ન હતું. પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક મજબૂત પાયો સાબિત થશે. અલોક શાહના. નિ:સ્વાર્થ પ્રયાસોને તમામે બિરદાવ્યા હતા. અને આશા વ્યક્ત કરી કે આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ યોજાતી રહેશે. આ અભિયાન દ્વારા ડભોઇના શિક્ષણ ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સિદ્ધ થયો છે. જે આગામી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ આ આ પરીક્ષા એ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને તૈયારીની નવી ઉર્જા પ્રેરિત કરી છે. આ વિશિષ્ટ કાર્યક્રમને ડભોઇના વાલીઓ અને વિદ્યાર્થીઓનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









