ડભોઇમાં વિશ્વકર્મા જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી : ભવ્ય શોભાયાત્રા નિકળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દર્ભાવતિ નગરી ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં અગ્રેસર

સંસ્કારી અને ઉત્સવપ્રીય દર્ભાવતિ નગરી મા આજે ભગવાન વિશ્વકર્મા ના જન્મ દિવસ ની ઉજવણી શ્રધ્ધાભેર ભારે ધામધૂમથી ઝારોલાવાગામાં આવેલ મંદિર ખાતે કરવામાં આવી હતી. આપણા દેશમાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય તહેવાર, સામાજિક તહેવાર અને ધાર્મિક તહેવાર નો સમાવેશ થાય છે. આજે વિશ્વકર્મા પ્રભુ નો જન્મ દિવસ હોવાથી ડભોઇ ઝારોલાવાગામાં આવેલ વિશ્વકર્મા મંદિર ને ધજા પતાકા અને લાઇટ ડેકોરેશન વડે શણગારવામાં આવ્યું હતું. મંદિર બહાર પરિસરમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો હતો. નગર તેમજ તાલુકામાંથી જ્ઞાતિબંધુઓ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વિશ્વકર્મા મંદિર માં વહેલી સવારે સ્નાન ના તેમજ શણગાર ના દર્શન થયા હતા. ત્યારબાદ બપોરના દર્શન સમયે મહાઆરતી થતા જ હજારો લોકોએ ભાવવિભોર બની દર્શન કરવાનો અમૂલ્ય લ્હાવો લીધો હતો. આ સમયે મંદિર પરિસરમાં બાંધેલ મંડપ પણ નાનો પડતો જોઈ શકાતો હતો. ભક્તોથી મંદિર ખીચોખીચ ભરાઈ ગયું હતું. ત્યારબાદ મહાપ્રસાદી ની જ્ઞાતિબંધુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના સમયે ઝારોલાવાગા ખાતે આવેલ મંદિરેથી ભવ્ય ભક્તિમય ડીજે ની ધૂન સાથે વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. વિક્ટોરિયામાં બિરાજમાન ભગવાન વિશ્વકર્મા ના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરેથી નીકળી શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. એ સમયે આ શોભાયાત્રા ને કેટલાક ભક્તોએ દંડવત પ્રણામ કર્યા હતા. નગરનું વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું. આ શોભાયાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતું. વિશ્વકર્મા નો શાસ્ત્રોક્ત અર્થ વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ જેઓ ના પવિત્ર હાથ વળે જગતનું સર્જન થયું છે. એ વિશ્વકર્મા કહેવાય ભગવાન અને કન્યાદાન નું મહત્વ જગત સમક્ષ ભગવાન વિશ્વકર્મા પ્રભુએ મૂક્યું હતું.

ડભોઇ નગરમાં ભવ્ય શોભાયાત્રા જેમ જેમ આગળ વધતી જતી હતી તેમ તેમ ભક્ત સમુદાય ભગવાનના દર્શન સાથે ધન્ય બનતો રહ્યો હતો. વાજતે-ગાજતે નીકળેલ શોભાયાત્રા વડોદરી ભાગોળ થઈ પટેલવાગા ટાવર થઈ નગરના મુખ્ય માર્ગો પર ફરી ને પરત રાત્રે વિશ્વકર્મા મંદિરે પહોંચી હતી. આગલા દિવસે રાત્રિના વિશ્વકર્મા મંદિરે ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આમ આજે આખા દિવસ દરમિયાન ભક્તિ ભજન કીર્તન તેમજ આરતી કરી દર્શનનો લ્હાવો જ્ઞાતિબંધુ ઓએ તેમજ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભેર લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતી આનંદ ઉલ્લાસભેર ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. ઝારોલાવાગા માં આવેલ મંદિરે વિશ્વકર્મા જયંતી છેલ્લા કેટલાય વર્ષોથી ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે.

ડભોઇ ઝારોલાવાગા મા આવેલ વિશ્વકર્મા મંદિરેથી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. વિક્ટોરિયા માં બિરાજમાન વિશ્વકર્મા ભગવાનના દર્શન થાય છે.

તસવીર :- બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!