ડભોઇની હોસ્પિટલ મા ૧૧ વર્ષની પુત્રી બાદ લાંબા સમય થી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવીલ ખાતે છેલ્લા બે વર્ષથી સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન દંપતિ માં ૧૧ વર્ષે એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકો આવતા માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. ૧૧ વર્ષ ના લાંબા સમય બાદ એક સાથે બે દીકરા અને દીકરી નો જન્મ થતાં પરિવાર માં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.

ડભોઇ ખાતે ડૉ. ધર્મેશ પટેલ ની હોસ્પિટલ માં છેલ્લા બે વર્ષ થી રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહ્યા હતા. પરિવાર મા ૧૧ વર્ષે એક સાથે બે દીકરા અને દીકરી ને જન્મ થયો હતો. રૂબીનાબેન કડીવાલા ૧૧ વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક નાં થતું હોવા ને લઇ સારવાર માટે ડભોઇ ધૃવિલ હોસ્પિટલ આવ્યા હતા. નિષ્ણાત ગાયનેક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી ૧૧ વર્ષ બાદ પ્રેગનેન્સી રહ્યા બાદ રૂબીના ની ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડોક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી. જેમાં એક સાથે બે દીકરા અને દીકરી નો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો. લગ્ન જીવન મા સંતાન પ્રાપ્તિ એ દંપતિ માટે સફળ લગ્ન જીવન મનાય છે. અને આપણા સમાજ મા સંતાન વિના ના દંપતિ ની માનસિક સ્થિતિ દયનીય બને છે. એમાય માતા બનવું દરેક સ્ત્રી ની ઈચ્છા હોય છે. સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્નજીવન મા દરાર પણ આવે છે. જેમા કેટલીક વખત કોઈ શારિરીક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે.

ડભોઇની હોસ્પિટલમાં એક સાથે બે બાળકો અને એક બાળકીને જન્મ આપનાર માતા પાસે ડોક્ટર ઉભેલા તસવીરમાં નજરે પડે છે.
તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ









