કેનાલમાં પાણી છોડવામાં ના આવતા કુવરવાડાના ખેડૂતોએ તંત્ર સામે સૂત્રોચાર કર્યા 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના કુવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા

ડભોઇ તાલુકાના કુવરવાડા ગામે ખેતી માટે પાણી નહીં મળવા ને કારણે ખેડૂતો કેનાલ પર ભેગા થઈને અધિકારીઓ વિરુદ્ધ હલ્લા બોલ કરીને સુત્રાચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેતી માટે પાણી આપો પાણી આપો ની ગુહાર લગાવી હતી.!! ડભોઇ તાલુકાના કુંવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનની ભિતી સેવતા ખેડૂતો વારંવાર સરકારી તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી. આ કેનાલોમાં પાણી છોડવામાં આવે તો આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન છે. નર્મદા કેનાલ હોવા છતાં હાલ તેનો લાભ મળતો નથી.

ડભોઇ તાલુકાના કુંવરવાડા, સેગુ વાડા, દિવાળીપુરા, મલ્હારપુરા જેવા ગામોના ખેડૂતો ને પાણી નહીં મળતા રેઢીયાળ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પાક બચાવવા ખેડૂતોને પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી હતી. પાણી છોડવા બાબતે નર્મદા નિગમના કુણા વલણના કારણે ખેડૂતોએ તંત્રની હાય હાય બોલાવી હતી. ૪૦૦૦ જેટલા હેક્ટરનો પાક ખલાસ થઈ જાય તેવી ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે. ધોર નિંદ્રામાંથી વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને આ કેનાલોમાં પાણી પહોંચાડે તો આ વિસ્તારના ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. જ્યારે ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી. અને જો ફોન ઉપાડે તો તેઓને રદય પૂર્વક સરખો જવાબ આપતા નથી તેવું ખેડૂતો જણાવે છે .

ડભોઇ તાલુકાના કુવરવાડા ગામના ખેડૂતોએ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચાર કર્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. 

તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!