ડભોઇ તાલુકા ના થુંવાવી ત્રણ રસ્તા પાસે અકસ્માત
ડભોઇ તાલુકાના થુવાવી ત્રણ રસ્તા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત ના કારણે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. કાર ચાલક રોંગ સાઈડ ઉપર ઘૂસી ગયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલાને કોઈને જાનહાની થઈ નથી. કાર ને મોટું નુકસાન થવા પામ્યું હતું.

આ વળાંક પર અવર નવર અકસ્માતો થઈ રહ્યા છે. થુવાવી ચોકડી પર સાઈન બોર્ડ લગાવવાની જરૂર છે. સ્ટેટ હાઇવે ના અધિકારીઓ ની નિષ્કાળજી ના કારણે અકસ્માતો થઈ રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા હતા.ચોકડીના વળાક પર વાહન ચાલકોને આગળથી આવતું વાહન દેખાતું ના હોય જેને લઈને પૂર ઝડપમાં આવતા વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. આ અકસ્માત થવાથી ટ્રાફિક જામ થયો હોય વડોદરા કામ ધંધે અને નોકરી પર જતા લોકો અટવાયા હતા. ટ્રાફિક જામના પગલે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને ટ્રાફિક ને હળવો કરવામાં આવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ, ડભોઈ









