ડભોઇ નગરપાલિકાની નવી બિલ્ડીંગ ખાતે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન થશે

ડભોઈ નગર અને તાલુકામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની વિવિધ કાર્યક્રમો સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ડભોઇ નગરની મધ્યમાં આવેલ શ્રી સયાજી સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના મકાન પર આવેલ ટાવર નીચે ધ્વજવંદન કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ના હસ્તે રાખવામાં આવેલ છે. તથા ડભોઇ નગરપાલિકા નો ધ્વજવંદન કાર્યક્રમ પાલિકાની કચેરી ખાતે યોજાશે. નગરમાં આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાશે ડભોઇ નગરમાં આવેલ સરકારી ઈમારતો પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે. આમ ડભોઇ નગરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રભાતફેરી સવારના ૮ કલાકે ટાવર ચોક પાસે થી નીકળશે. આ પ્રભાતફેરી ટાવર, વડોદરી ભાગોળ અને રંગ ઉપવન પાસે પહોંચી વિવિધ પ્રતિમા ઓને ફુલહાર કરશે. ત્યારબાદ આ પ્રભાત ફેરી ડભોઇ નગરપાલિકા નવીન બિલ્ડીંગ ખાતે પહોંચશે.ત્યાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સાથે સદસ્યો તેમજ કારોબારી ચેરમેન સહિત નગરજનો ઉપસ્થિત રહેશે. સાથોસાથ કર્મચારીગણ આ રાષ્ટ્રીય પર્વ માં ભાગ લેશે. ડભોઇ સેવા સદન ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી સયાજી સાર્વજનિક ટાવર ના મકાન પર સયાજી સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ મહેશભાઈ કે. શાહ ના હસ્તે ધ્વજવંદન કરાશે. ડભોઇ તાલુકા પંચાયત કચેરીના પટાગણમાં ઉપપ્રમુખ રાકેશભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન યોજાશે.
ડભોઇ નગરમાં આવેલ રેલ્વે સ્ટેશન, ડભોઇ એસટી ડેપો અને ડભોઇ રેફરલ હોસ્પિટલ સહિત સરકારી ઈમારતો પર પણ ધ્વજવંદન કરવામાં આવનાર છે. ડભોઇ નગરમાં કોટ વિસ્તાર બહાર આવેલ જાણીતી કેળવણી સંસ્થા વિશ્વભારતી વિદ્યાલય માં સંસ્થાના ટ્રસ્ટી અર્પિત મહેશ ભાઈ શાહ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. નગરમાં આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એસટી ડેપો રોડ પર તેમજ ટાવર રોડ પર દર વર્ષની જેમ તિરંગા કેપ અને તિરંગા ધ્વજ નું વેચાણ શરૂ થઇ ગયેલ છે.આવતા જતા વાહનચાલકો અને દેશ પ્રેમીઓ આ ધ્વજ ખરીદે છે. આમ ડભોઇ નગર અને તાલુકામાં દેશપ્રેમના ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે.
સયાજીસાર્વજનિક પુસ્તકાલય ટાવરપર ધ્વજવંદન થશે

ડભોઇ નગરના એસટી ડેપો રોડ તેમજ ટાવર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરંગા કેપ અને તિરંગા ધ્વજ નું વેચાણ શરૂ થયેલ છે. જે તસવીરમાં નજરે પડે છે.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ –ડભોઇ









