પ્રાપ્ત માહિતી અનુસાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન મળેલ માહિતીના આધારે વાગરાની જીઇબી ચોકડી નજીકથી બે હાઈવા ટ્રક નંબર GJ-16.AV- 8279 અને GJ-05-BD8691 માં ખનીજ ભરી વહન કરતા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી પ્રમાણે ડમ્પરોમા રોયલ્ટી વિના ખનીજનું વહન કરવામાં આવી રહ્યું હતું. તંત્રની કાર્યવાહીને પગલે ભુમાફિયાઓમાં રીતસરનો ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.

સદ્દામ બી. ભટ્ટી વાગરા









