ડભોઇ તિલકવાડા રોડ પર આવેલ સુપ્રસિધ્ધ અને કોમી એકતાના પ્રતીક હજરત ચોતરીયા પીર બાવા દરગાહ શરીફ પર ભારે આસ્થા પૂર્વક ઉર્સ મેળો ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો ઉમટી પડ્યા હતા.

ડભોઇ પાસે તિલકવાડા રોડ પર આવેલ સુપ્રસિધ્ધ અને કોમી એકતા ના પ્રતિક હઝરત ચોતરીયા પીર બાવા દરગાહ શરીફ ખાતે ઉર્સ મેળો ઉજવાયો હતો જેમાં આગલા દિવસે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ ભાઈ બહેનો અકિદત મંદો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદત મંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે ઉર્સ મેળાનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે દેશ માટે કોમી એકતા અને ભાઈ ચારો રહે તેવી દુઆ કરવામાં આવી હતી.હજરત ચોતરીયા પીર દરગાહ કમિટી દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ બાલકૃષ્ણ શાહ ડભોઇ









