ડભોઇ નગરપાલિકાના નવા બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે વિવાદ સામે આવ્યો હતો. ડભોઇ નગર પાલિકાની આમંત્રણ પત્રિકામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નું નામ ગાયબ થઈ જતા તરહ તરહ ની ચર્ચાઓ નગરમાં ચર્ચાઇ રહેલ છે. ડભોઇ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના નામનોજ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.

ડભોઇ નગરપાલિકાનુ નવું બિલ્ડીંગ બનાવવા માટે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા પાંચ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવવા માં આવી હતી. ડભોઇ નગરપાલિકાનું આશરે ૧૦૦ જુનુ બિલ્ડીંગ હોવાથી તે નવું બનાવવાનું હોવાથી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સત્તાધારી પાર્ટી નું નગરપાલિકામાં બોડૅ હોવા છતાં ધારાસભ્ય શ્રી ની બાદ બાકી આમંત્રણ પત્રિકામાં થવા પાછળનું કારણ શું ? આ ઘણું બધું કહી જાય છે…?
ડભોઇ નગરપાલિકા નુ નવીન બિલ્ડીંગ શિનોર ચોકડી મોહનપાર્ક સોસાયટી પાસે બનીને તૈયાર થતાં આ નગર પાલિકાના લોકાર્પણ કાર્યક્રમ શનિવાર ના રોજ નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યો છે. જે નિમિત્તે આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી. આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસર નું નામ હોવાથી લોકાર્પણ કોના હસ્તક કરવામાં આવશે આ અંગેની શહેરમાં ઠેર ઠેર ચર્ચાઓ ચાલી રહી છે. કોના કહેવાથી અને કયા કારણસર ધારાસભ્ય નું નામ આ આમંત્રણ પત્રિકા માંથી બાદબાકી કરવામાં આવી છે. ડભોઇ નગરપાલિકાના નવા બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે વિવાદ સામે આવ્યો છે. નવીન નગરપાલિકા ના બિલ્ડિંગનું લોકાર્પણ કોણ કરશે ? તે રાજકીય ચર્ચાનો વિષય ડભોઇ નગરમાં બનવા પામ્યો છે.
સરકારમાં ધારદાર રજૂઆત કરી ગ્રાન્ટ લાવનારને જ ભુલાયા
અહેવાલ બાલકૃષ્ણ શાહ ડભોઇ









