વડોદરા થી છોટાઉદેપુર દોડતી ટ્રેનમાં અચાનક ચેકિંગ આવતા૧૦૦ ઉપરાંત મુસાફરો ટિકિટ વગર ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રેલવેના પાસ પૂરા થયા હોય એવા પણ મુસાફરો ઝડપાયા

ફાઈલ ફોટો 

વડોદરા થી ડભોઇ, સંખેડા, બોડેલી, પાવી જેતપુર, અને છોટાઉદેપુર સુધી રોજની ૧૦ જેટલા ટ્રેન ના રૂટ ચાલી રહેલ છે.વડોદરા-છોટાઉદેપુર ટ્રેનમાં ૨ દિવસમાં ટિકિટ વિનાના ૧૦૦થી વધુ મુસાફરો ઝડપાયા હતા. ટ્રેનમાં આકસ્મિક ચેકિંગથી ટિકિટ વગરના મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ટિકિટના દરના ૧૦ ગણા વધુ દંડ કરી હજારો રૂપિયા વસૂલ કરાયા હતા.વડોદરાથી છોટાઉદેપુર વચ્ચે દોડતી ટ્રેનમાં સતત બે દિવસથી ટિકિટ ચેકરો આવતાં વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે.લાંબા સમયથી વડોદરા તરફથી છોટાઉદેપુર તેમજ છોટાઉદેપુરથી વડોદરા તરફ કુલ ૧૦ જેટલા રેલવે ટ્રેનના રૂટ ચાલે છે. જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. 

‌ ‌‌       ફાઈલ ફોટો

વડોદરા થી છોટાઉદેપુર ના રૂટ પર દોડતી ટ્રેનોમાં કોઈપણ પ્રકારનું ચેકિંગ આવતું ન હતું. તેથી વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરોને લીલા લહેર થઈ હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ટિકિટ ચેકરો દ્વારા વડોદરાથી છોટાઉદેપુર દોડતી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરતા બે દિવસમાં ૧૦૦ વધુની સંખ્યામાં વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરો પકડાઈ ગયા હતા. જેઓને ટિકિટના દરના દસ ઘનો વધુ દંડ કરી હજારો રૂપિયા વસૂલ કરાયા છે. ટિકિટ ચેક કરવાની આકસ્મિક રેડ દરમિયાન કેટલાક ઉચ્ચ અધિકારી પણ ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આકસ્મિક રેડમાં કેટલાક મુસાફરોના પાસ પૂરા થઈ ગયા હોઈ તેઓ પણ રીન્યુ કરાવવાની નિષ્કાળજી રાખતા હોય, તેઓ પણ ઝડપાઈ ગયા હતા.

અહેવાલ બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!