ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદીક ર.દી. ની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા” કુંડા”ના તહેવારની ડભોઇ શહેર તાલુકા ખાતે મુસ્લિમ લોકો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં ચાર યુમામો થઈ ગયા જેમાં હજરત મોહમ્મદ પૈગમબર સાહેબના દોહીત્રા (નવાસા) હજરત ઇમામ હુસેન, હજરત જૈનુલ આ બેદીન, હજરત ઈમામ બાકર, અને ચોથા હજરત ઈમામ જાફર સાદિક રદી અલ્લાહો અનહો જેઓ ઈસ્લામી હીસ વર્ષના રજજબ માસના મુસલમાન ચાંદ ૨૨ ની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા. જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ મનાવવામાં આવે છે.

આ તહેવારને “કુંડા”નો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધ પાક અને પુરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદકરી સગા સંબંધીઓ મહોલ્લા ના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે. વહેલી સવારથી ડભોઇ શહેર તાલુકામા મુસ્લિમ વિસ્તારોમાં કુંડા ના તહેવારને લઈ ચહલ પહલ જોવા મળી હતી. નાના નાના બાળકોથી લઇ વ્યસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા.આ તહેવાર ઉજવણી પ્રણાલીકા ઉપર નીયાજ ઓર નમાજ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે. વહેલી સવારથી ડભોઇ શહેર માં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવરીત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.

અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









