વાગરા તાલુકાના સારણ ગામ ખાતે વિદેશથી પધારેલ મહેમાનોની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા. 4 ટિમો વચ્ચે રામાયેલ મેચમાં અંતે શાહનવાઝ ટીમે બાજી મારી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ આપી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ક્રિકેટને ઘણા કારણોસર મહત્વપૂર્ણ મહત્વ આપવામાં આવે છે. એકંદરે, ક્રિકેટનું મહત્વ બહુપક્ષીય છે, જેમાં સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક પરિમાણોનો સમાવેશ થાય છે. જે વિશ્વભરના લાખો ચાહકો સાથે ઊંડો પડઘો પાડે છે. ક્રિકેટ ઘણીવાર એકીકૃત બળ તરીકે કામ કરે છે, જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એકસાથે લાવે છે. તે સમુદાયની ભાવનાને ઉત્તેજન આપે છે અને સામાજિક વિભાજનને દૂર કરી શકે છે. ક્રિકેટ યુવાનોના વિકાસ માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. ઘણા યુવા રમતવીરો વ્યવસાયિક રીતે રમવાની ઈચ્છા રાખે છે. અને ક્રિકેટ એકેડમીઓ અને સ્થાનિક ક્લબો પ્રતિભાને ઉછેરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના આ “ડિજિટલ યુગ” માં યુવાઓ મોબાઈલ ગેમિંગના રવાડે ચઢી ગયા છે. મોબાઈલની દુનિયામાંથી યુવાઓને બહાર કાઢવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. સરકાર દ્વારા પણ રમતોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. અને રમતવીરોને આગળ લાવવા અનેક પ્રયાસો કરી રહી છે. કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે.

જે અંતર્ગત વાગરા તાલુકાના સારણ ગામ ખાતે સમીર ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો. સારણ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અજ્જુ, શાહનવાઝ, રિજવાન અને મુનવ્વર આમ કુલ ચાર ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં અંતે રિઝવાન અને શાહનવાઝની ટીમ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો. ભારે રસાકસી બાદ 40 રનથી શાહનવાઝ ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને પ્રોત્સાહનરૂપે ટ્રોફી સહિત રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
વધુમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન સહિત મેન ઓફ ધ સિરિઝને પણ ઇનામ આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. સારણ ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોધ કંટ્રક્શનના માલિક ઈરફાન ભાઈ, ઇકબાલ ભાઇ પટેલ (યુકે), મકબુલ પટેલ (યુકે), નાદિર ભાઈ, અનવર ભાઈ, મુન્નાભાઈ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









