ડભોઇ એસ.ટી ડેપોમા ફરજ બજાવી રહેલી મહિલા જી.આર.ડી.ઓએ ખિસ્સા કાપવાનો પ્રયાસ કરતી મહિલાને ઝડપી પાડી હતી.પોલીસ સૂત્રોમાંથી મળેલ માહિતીમુજબ ડભોઈ એસ.ટી ડેપોમાં ગરદીનો લાભ લઈ એક મહિલાએ ખિસ્સું કાપવાનો પ્રયત્ન કરતા ફરજ પર હાજર જી.આર.ડી મહિલાઓએ ખિસ્સાકાતરુ મહિલા ને દબોચી લઈ ડભોઈ પોલીસને સોંપી હતી. ડભોઈ પોલીસે ખિસ્સાકાતરુ મહીલાએ અગાઉ કેટલા લોકોના તેને ખિસ્સાઓ હલકા કર્યા છે. તેની ડભોઇ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે. ડભોઇ ડેપો માં ગીરદી હોવાને લઈ ચીલ ઝડપ ના બનાવો અછોડા તૂટવાના બનાવો વારંવાર બનતા હોય છે. ડભોઇ જી આર ડી ની મહિલાઓએ ખિસ્સા કાપવાનો પ્રયાસ કરતી મહિલાને ઝડપી પાડેલ છે જેઓની આ સુંદર કામગીરીને જી આર ડી ના જિલ્લા કમાન્ડર હેમંત પાઠકે તેઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેઓની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી જયારે બીજા એક બનાવમા એક મહિલાને ગભરામણ થતા ફરજ બજાવી રહેલ જી.આર.ડી મહિલાઓએ સત્વરે આ મહિલાને સારવાર અર્થે દવાખાને લઈને દોડી ગયા હતા.
અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









