ડભોઇ જનતાનગર પાસે આવેલ હઝરત માસૂમ બાવાના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 આજ રોજ પરંપરાગત રીત મુજબ ડભોઇ જનતાનગર માં રહેતા પઠાણ અંદાજભાઈ ના પરિવાર દ્વારા ધામ ધૂમથી સંદલ કાઢી આલે રસુલો ના હસ્તે હજરત માસૂમ બાવા ની દરગાહ પર સંદલ શરીફ અર્પણ કરી ( ચઢાવી) ઉર્સની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું.ડભોઇ પંથકમાં કેટલાક વિસ્તારમાં અલ્લાહના વલીયોની દરગાહ આવેલ છે જ્યાં સમયાંતરે મુસલમાની તારીખ પ્રમાણે તેઓ ના ઉર્સ નિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફુલહાર, ફુલ ની ચાદર, અત્તર વગેરે નો વિધિવત ચઢાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રદ્ધાસુમન અર્પણ કરાય છે.

ડભોઈની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગેચંગે ઉજવવામાં હંમેશા આગળ રહે છે. હાલ મુસલમાનોનો રજબ માસ ચાલે છે જેમાં ૨૦ રજ્જબના દિવસે સ્થાનિક અને આસપાસના મુસ્લિમ સમુદાય દ્વારા એહલેબેત તાહિર અલીબાપુ, મુજ્જુ બાપુ, વારિષ બાપુની ઉપસ્થિતિ માં માસૂમ બાવા ની દરગાહ પર સંદલ શરીફ ની વિધિ કરી ઉર્ષ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધા સાથે લોકો જોડાયા હતા જેમાં ફુલહાર ચાદર નજરો ન્યાઝ સાથે ધાર્મિક રીત રિવાજ મુજબ સંદલ ની વિધિ આટોપાઈ હતી.

હજરત માસૂમ બાવાનો ઉર્ષ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યા માં ઉમટી પડી ફુલ ચાદર વગેરે નો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે દુઆ પ્રાર્થના કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ આજરોજ જોવા મળ્યા હતા. સાથે સાથે ઉર્ષ પ્રસંગે લોકોના દુઃખ દર્દ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહ ના વલી હજરત માસૂમ બાવા ની દરગાહ ખાતે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચઢયા હતા.સાથે સ્થાનિક લોકો દ્વારા પ્રસાદીનું સુંદરસુંદર આયોજન કરતા શ્રદ્ધાળુઓ પ્રસાદી નો લાહવો પ્રાપ્ત કરિ ધન્ય બન્યા હતા.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!