છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભની સ્પર્ધા માં કબડ્ડીમાં કલારાણી ની ટીમ વિજેતા 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખેલ મહાકુંભમાં વિજેતા થનાર ટીમ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેલાડીઓમાં છુપાયેલી રમત ગમત નું કૌશલ્ય બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તે રીતે આ વર્ષે પણ ખેલમહાકુંભમાં અલગ અલગ રમતોની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ ૧૬ જાન્યુઆરી ના રોજ બોડેલીની ટી.સી. કાપડિયા ખાતે કવાંટ અને કલારાણી ની ટીમ વચ્ચે કબડ્ડી ની સ્પર્ધા યોજાઈ હતી જેમાં કલારાણી ની ટીમ વિજેતા બની હતી. અને આવનારા સમયમાં કલારાણી ની વિજેતા ટીમને રાજયકક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી ની રમતમાં પ્રતિનિધિત્વ કરવા નો મોકો મળશે. કબ્બડી સ્પર્ધામાં વિજેતા થનાર કલારાણી ની ટીમે જણાવ્યું હતું કે, રમશે ગુજરાત-જીતશે ગુજરાત અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનાથી અમને આગળ જવાની તક મળી છે અને એનાથી પ્રોત્સાહિત થઈ આજે અમે રાજ્યકક્ષા માટે કવોલીફાઇડ થયા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ટીમો હવે રાજ્ય કક્ષાએ રમી જિલ્લાનું નામ રોશન કરશે, અને રમતવીરો પોતાના માં પડેલી શુષુપ્ત શક્તિઓ ખીલવી રાજ્યમાં જિલ્લાનું નામ રોશન કરશે.

એહવાલ:- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!