લાલબજાર પાસે આવેલ જમણી સૂંઢના ગણપતિનું મંદિર
ડભોઇ નગરમાં લાલ બજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પર શ્રી ગણપતિજી નું મંદિર આવેલ છે. જે અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસન માં ડભોઇમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારજનોને તેમજ નગરજનોને સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવા આરસના જમણી સૂંઢ ના ગણપતિજીની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી. આ નવીન મંદિરે આજરોજ સંકષ્ટ ચતુર્થી હોવાથી મંદિરને લાઇટ ડેકોરેશન અને ફુલહાર વડે ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. અને આજ રોજ મંદિરે ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ડભોઇ નગરમાં મધ્યમાં આવેલ જમણી સૂંઢ ના ગણપતિ ના મંદિરે આજરોજ મહાઆરતી નો મોડી રાત્રે શ્રદ્ધાળુઓ લ્હાવો લેવા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. મંદિર ભક્તજનો થી ભરચક થઇ જવા પામ્યું હતું. આજરોજ સંકટ ચતુર્થી હોવાથી દૂરદૂરથી નગરજનો આ દર્શનનો અમૂલ્ય લ્હાવો લેવા માટે ઉમટી પડ્યા હતા. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. રાત્રીના આરતી નો સમય ૯.૩૦ નો હતો. જેને કારણે મંદિર પરિસરમાં ભક્તજનો આરતીનો લ્હાવો લેવા માટે ઉમટી પડ્યા હતા. દિવસ દરમિયાન અધીરા થઇ ઉઠેલા ભક્તો રાત્રિના સમયે મહા આરતીનો લ્હાવો લેવા માટે ઉમટી પડતા દર્શન માટે લાંબી કતારો ભક્તોની જામી હતી.
ગણપતિજી ના ભક્તો જે દર વર્ષે આખું વર્ષ ચોથ કરતા હોય છે. એ તો અવશ્ય જ આ મંદિરે રાત્રિના સમયે આરતી કરવા આવે છે. કારણકે આરતી કર્યા પછી તેઓ પોતાનો ઉપવાસ છોડતા હોય છે. આ દર્શનનો લાભ લઇ ને મોડી રાત્રે ઉપવાસ છોડી ઘરે જઈને જમતા હોય છે. આ મંદિર મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું હતું. આ ગણપતિ મંદિરે દરેક સંકષ્ટ ચતુર્થીએ તેમજ દરેક અંગારીકા ચોથ એ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે. જેમાં મંગળવાર નો સહયોગ થતો હોય તેને અંગારિકા સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ અંગારિકા સંકષ્ટ ચતુર્થી જે પણ કરે છે. તેને અગિયાર ચોથ નું ફળ મળે છે. આ મંદિરના વહીવટ કર્તાઓમા ઘનશ્યામભાઈ દુલાણી તથા પી.ઓ.શાહ દ્વારા દર્શન માટે આજરોજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ડભોઇ લાલબજાર પાસે આવેલ ગાયકવાડી સરકારના સમયનું સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સંકષ્ટ ચતુર્થીએ શ્રદ્ધાળુઓએ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.તસવીરમાં મંદિરમાં બિરાજમાન સિદ્ધિવિનાયક ગણપતિજીના દર્શન થાય છે.
તસવીર : બાલકૃષ્ણ શાહ –ડભોઇ









