પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે વડોદરા એસ.ઓ.જી પોલીસે ડભોઇ માંથી વિવિધ સ્થળો પરથી બે ઇસમો ને રૂપિયા ૨૭,૦૦૦/- હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પતંગ બજાર મા સોપો પડી ગયો હતો. !!ઉતરાયણ પતંગ નો તહેવાર સૌ કોઈ ઉજવતા હોય છે. વેગા પાસે એક ઈસમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે પકડાયો હતો જયારે અન્ય એક બનાવમાં વડોદરા એસ.ઓ.જી પી.એસ. આઈ. ભરવાડ ને બાતમી મળેલ કે અજય ભરતભાઈ દેવીપૂજક ડભોઇમાં આવેલ શાંતિનગર, મોરવાલા જીનપાસે ચાઈનીઝ પ્રતિબંધીત દોરી નુ વેચાણ કરી રહ્યો છે.

જેના નિવાસ સ્થાન પર દરોડા પાડતા ૬૦ નંગ પ્રતિબંધિત ચાઈનીઝ રેલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૧૮,૦૦૦ /- થાય છે. આ ઈસમ ઝડપાઈ ગયો હતો. આ બંને બનાવવામાં જીલ્લા કલેકટર ના જાહેરનામા ભંગ ની કલમ હેઠળ મુદ્દા માલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. એચ.એમ જાળીયા પી.એસ.આઇ એસ.ઓ.જી, અજીત સિંહ ગનુભા, કલ્પેશ ભાઈ અને અજીતસિંહ એ કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી ની આ કાર્યવાહી બાદ ડભોઈ ના બજાર મા ચાઈનીઝ દોરી નો ધંધો કરનારાઓ ભૂગર્ભ મા જતા રહ્યા હોવાની ચર્ચા એ જોર પકડેલ છે.









