ડભોઇ ના કુંવરવાડા ગામ પાસે થી LCB એ વિદેશીદારુ ભરેલ બ્રેઝા કાર ઝડપી 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ ના આદેશ અને જીલ્લા પોલીસ વડા રોહન આનંદ ની સુચના મુજબ એલ.સી.બી.પી.આઇ.ના માર્ગદર્શન હેઠળ ગતરાત્રી ના કુંવરવાડા પાસે બાતમી આધારે વોચ ગોઠવી વિદેશીદારુ ભરેલ બ્રેજા કાર ને આંતરી હતી.જેનો ચાલક અંધારાનો લાભ લઈ ખેતરો ના રસ્તે ભાગી છુટ્યો હતો.

જેથી કાર મા તપાસ કરતા વિદેશીદારુ ની બોટલો નંગ-2506,કિ.રુ.2,61,160 તેમજ બ્રેજા કાર કિ.રુ.5,00,000.લાખ ની મળી કુલ મુદ્દામાલ કિ.રુ.7,61,160 નો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી ડભોઇ પોલીસ ને સુપ્રત કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.

ડભોઇ તાલુકાના કુંવરવાડા થી મઢેલી રોડ પર મધ્યરાત્રીના બાતમી આધારે જીલ્લા એલ.સી.બી. પી.આઇ.કૃણાલ પટેલ એલ.સી.બી.ટીમ ના જવાનો સાથે વોચ મા હતા.ત્યારે બાતમી મુજબ ની બ્રેઝા કાર જેનો નંબર-GJ-06-PB-1650 ની પુરપાટ ઝડપે આવતા તેને આંતરી હતી.પોલીસને જોઈ ને ચાલક કાર ને રસ્તાની બાજુમા રેઢી મુકી ખેતરો અને કોતરો ના રસ્તે અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યો હતો. જેથી પોલીસે કાર મા તપાસ કરતા ભારતીય બનાવટ ના વિદેશીદારુ ની બોટલો નો જથ્થો ભરેલ હાથ લગ્યો હતો.ઝડપાયેલ દારુની બોટલો ના જથ્થાની ગણતરી કરતા કુલ બોટલો નંગ-2506 તેમજ બ્રેજા કાર મળી કુલ મુદ્દામાલ કિ.રુ.7,61,160 નો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ડભોઇ પોલીસ ને સુપ્રત કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!