ડભોઇની વિશ્વ ભારતી વિધાલયમા આનંદ મેળો યોજાતા વિધાર્થીઓએ વેપાર માંડ્યો 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ ની વિશ્વ ભારતી વિધાલય ધ્વારા આજરોજ સાંજ ના 4-30 કલાકે 37 મો આનંદ મેળો યોજાયો હતો.જેમા શાળા મા અભ્યાસ કરતા વિધાર્થીઓ એ જુદાજુદા સ્ટોલ લગાવી સ્કુલ ના પ્રાંગણ મા વેપાર માંડ્યો હતો.શાળા ના વિધાર્થીઓ ધ્વારા જુદાજુદા 20 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકો ને કઈ રીતે આકર્ષીત કરવા અને વેપાર ધંધા કઈ રીતે પાર પાડવા તેમજ નફા નુકશાન સહીત વેપાર ને સંપુર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલ સ્ટોલ થી વેપાર નુ જ્ઞાન મેળવવા નો પ્રયત્ન કર્યો હતો.આનંદ મેળા નો લાભ વાલીઓ,વિધાર્થીઓ સહીત મિત્રો એ લેતા અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

વિધાર્થીઓ મા આંતરીક શક્તિ ખીલવવા તેમજ ખરીદ,વેચાણ,નફો,નુક્શાન સહીત બજાર ના વેપાર થી માહીતગાર કરવાના આશય સાથે શાળા ના સંચાલકો ધ્વારા આનંદ મેળા નુ સુંદર અને સફળ આયોજન કરી શાળા મા અભ્યાસ કરતા વિધાર્થીઓ સહીત વાલીઓ મા શાળા ની પ્રવૃત્તિ થી પ્રસંશા થવા પામી હતી.શાળા ના પ્રાગણ મા લાગેલા સ્ટોલ મા વિધાર્થીઓ ધ્વારા પાણીપુરી, દાબેલી, બટાકાપૌવા,પાસ્તા,બટાકા ભુંગળા,પાપડી નો લોટ,સમોસા,ભેલ,પફ સહીત અનેક ચીજ વસ્તુઓ ના સ્ટોલ લગાવી સાથી વિધાર્થી મિત્રો અને વાલીઓ મા આકર્ષણ જમાવી ધંધા વેપાર ની આંતરીક શક્તિ સિધ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો.દેશ ના વડાપ્રધાન નરેંદ્ર મોદી ધ્વારા બેકાર યુવાઓ ને પકોડા વેચી ગુજરાન કરી પ્રોત્સાહન આપ્યુ હોય ત્યારે શાળાઓ મા પણ આનંદ મેળા નુ આયોજન કરી શાળા મા અભ્યાસ કરતા વિધાર્થીઓ મા વેપાર વાણિજ્ય નુ જ્ઞાન પિરસવાના આશય સાથે આનંદ મેળા થકી ખાણીપીણી ના સ્ટોલ લગાવી વેપાર ની પરિભાષા માટે પ્રોત્સાહ આપી આંતરીક શક્તિ ખીલવવા નો સફળ પ્રયાસ થયો હતો.શાળા ના સંચાલક એમ.કે.શાહ ધ્વારા બાળકો ને પ્રોત્સાહન પુરુ પડયુ હતુ. 

અહેવાલ:- બાલકૃષ્ણ શાહ -ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!