ભારદારી વાહનો દોડતા હોવાથી કેનાલોની મજબૂતાઈ ઉપર સવાલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નર્મદા યોજનાની માઈનોર અને સબમાઇનોર કેનાલોના સર્વિસ રોડની બિસ્માર હાલત 

ડભોઈ તાલુકાની નર્મદા કેનાલ પાસે બનેલા સર્વિસ રોડ ઉપર દોડતા ભારદારી વાહનોને કારણે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડતા બિસ્માર બન્યો છે. ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા યોજનાની માઈનોર અને સબમાઈનોર કેનાલની બાજુમાં આવેલા સર્વિસ રોડ દિવસે દિવસે બિસ્માર બનતો જાય છે.આજ કેનાલના સર્વિસ રોડ ઉપર રેતી ભરીને દોડતી ટ્રકો હાઈવાને લઈ કેનાલનો સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર ગાબડાં જોવા મળી રહ્યા છે.કેનાલ ની મજબૂતી ઉપર સવાલ ઉભા થયા છે.તંત્ર દ્વારા આ કેનાલો ની મજબૂતીકરણ અને રસ્તા માટે પગલાં ભરે તે જરૂરી બન્યું છે. ભારદારી વાહનો દોડતા હોવાથી કેનાલોની મજબૂતાઈ ઉપર સવાલ ઉભા થયા છે. સત્વરે તંત્ર પગલાં ભરે તેવી માગ ઉઠી છે.

ડભોઈ તાલુકામાંથી જ નર્મદા યોજનાની પોર શાખા કેનાલ અને તેની સાથે કંઈ કેટલી માઇનોર, સબ માઇનોર કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલના સુપરવિઝન અને ગ્રામ્ય વિસ્તારોને ટૂંકા માર્ગનો લાભ મળી રહે છે.તે હેતુથી નર્મદા કેનાલોની આજુબાજુ પાકા સર્વિસ રોડ બનાવ્યા છે. જેનો લાભ આજે પણ ગ્રામ્ય વિસ્તારના ફોરવીલ વાહનો અને દ્વિચક્રી વાહનો વાળા તો લઈ જ રહ્યા છે. પરંતુ ભારદારી વાહનો માટે આ માર્ગ પર પ્રવેશ નિષેધ હોવા છતાં પણ ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંથી રેતી ભરી વહન કરતી, રેતીની ટ્રકો, હાઈવા પણ ટન બંધી રેતી ભરીને આ કેનલ પરથી પસાર થતા હોય કેનાલના આ સર્વિસ માર્ગને ઠેર ઠેર નુકસાન પહોંચાડી રહી છે.કેટલાય ઠેકાણે તો મસમોટા ઊંડા ખાડા પણ પડી ગયેલા જોવા મળે છે.આ સર્વિસ રોડ પર પડેલ ખાડાના અભાવે દ્વિચક્રી અને ચારચક્રી નાના વાહન પણ હવે ત્યાંથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી. અગાઉ નિગમ દ્વારા આવા ભારદારી વાહનો પસાર ન થાય તે માટે બેરીકેટ પર લગાવ્યા હતા. પરંતુ હાલ આ બેરીકેટો પણ દૂર થઈ ગયા છે અને ફરી પાછી ભારદારી વાહનોનો સીલસીલો ચાલુ થઈ ગયો છે.માલધારી વાહનોની અવરજવરના કારણે આ કેનાલોના મજબૂતી કરણ ના પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા છે.સર્વિસ રોડના મજબૂતીકરણને ધ્યાન રાખે તે જરૂરી બન્યુ છે. નર્મદા નિગમ કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યુ હોય તેમ લાગે છે. તંત્ર દ્વારા બેફામ સર્વિસ રોડ પર દોડતા વાહનોને રોકવા જોઈએ તેવી માગ ઉઠી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!