ડભોઇ ભાજપ પ્રમુખ તરીકે દીક્ષિત દવેની વરણી થતા અભિનંદનની વર્ષા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે દીક્ષિતભાઈ દવેની વરણી કરાતા ડભોઇ શહેર ભાજપના કાર્યકરોમાં અને નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. ડભોઇ શહેર ભાજપ પ્રમુખની ટમ પૂરી થતાં ડભોઇ શહેર ભાજપના પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી.ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે દીક્ષિતભાઈ દવેની વરણી કરવામાં આવી છે. ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે નગરના કેટલાક ભાજપના કાર્યકરોએ પોતાનો બાયોડેટા આપ્યો હતો.

ડભોઇ નગરના લોકો અને બુથ પ્રમુખ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે ચર્ચા કરી ડભોઇ શહેર પ્રમુખની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત ડભોઇ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે અગાઉ યુવા મોરચામાં પણ હોદ્દા પર રહી ચૂકેલ છે. અને હાલમાં વિવેકાનંદ બોર્ડ જિલ્લા સંયોજક છે. હાલમાં તેઓની ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાતા કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

તેઓને ફૂલહાર કરી ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ નિશાળીયા, ડભોઇ નગરપાલિકા પૂર્વ દંડક તથા બ્રહ્મ સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ પંડ્યા, ભાજપના અગ્રણી ભુપેન્દ્રભાઈ પટેલ, રંગાભાઇ, ડભોઇ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત નગરના અગ્રણીઓએ તેઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ ડભોઇ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!