તંત્રએ એક કરોડ ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગેરકાયદે માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો વાગરા ના અટાલી ખાતે ગેરકાયદે માટી ખનન કરતા ભુમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગે ત્રાટકી એક કરોડ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તાલુકામાં છેલ્લા કેટલાય સમય થી માટીચોરો બેફામ બન્યા હતા.જે અંતર્ગત વાગરા તાલુકાના અટાલી ગામમાં સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રીને મળી હતી.

ફરિયાદ અન્વયે સોમવારે મોડીરાત્રે ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે ટીમ તૈયાર કરી આકસ્મિક રેડ કરવામાં આવી હતી. દરમ્યાન સ્થળ પરથી એક એસ્કેવેટર મશીન તથા ત્રણ જેટલી ટ્રકો દ્રારા પરવાનગી વગર સાદીમાટી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વહન કરતા ધ્યાને આવતા ખાણ ખનીજ વિભાગે કુલ એક કરોડ ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દહેજ પોલીસ ને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તરશાસ્ત્રીની કાર્યવાહી ને પગલે ગેરકાયદે માટી નું ખોદકામ કરતા તત્વો માં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
તસવીર :- સૈયદ અમજદ(બાપુ)









