AGR- 50 યોજના અંતર્ગત બોડેલી તાલુકામા૧૫૦ ખેડૂતોને રૂ.૭૦ લાખની સબસીડીનું વિતરણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કૃષિ કામકાજ માટે ઉપયોગમાં લેવા માટે ખેડૂતો દ્વારા ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે. જેના માટે જિલ્લા ખેતીવાડી શાખાની AGR – 50 યોજના અન્વયે ખેડૂતને એક ટ્રેક્ટરની ખરીદી પર રૂ.૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ જેટલી મળવાપાત્ર સબસીડી આપવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ૧૫૦ ખેડૂતોને સહાય ચુકવવા બોડેલી APMC ખાતે મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૫૦ ખેડૂતોને અંદાજે ૭૦ લાખની સહાય ચુકવવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજ રોજ કેમ્પ ટ્રેકટર ઘટકનો કેમ્પ યોજાયો હતો. જેમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના અભેસિંહ ભાઈ તડવી, છોટાઉદેપુરના રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ બોડેલી તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ ડૉ. શિતલકુવરબા મહારાઉલ ઉપસ્થિત રહી ખેડૂતોને ટ્રેકટરનું વિતરણ કર્યું, હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમા રાજ્યના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. ખેતી એક એવું ક્ષેત્ર છે કે તમે જે ચાહો તે પરિણામ મેળવી શકો છો પણ શરત માત્ર એટલી છે કે તે મહેનત અને ધૈર્ય માંગી લે તેવું કાર્ય છે. ધારાસભ્યોએ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પણ અપીલ કરી હતી.

ખેડૂતો માટે ટ્રેક્ટર એક મુખ્ય કૃષિ મશીન છે. ટ્રેક્ટરની મદદથી ઘણા પ્રકારના કૃષિ સાધનો અથવા કૃષિ મશીનરીનું સંચાલન કરી શકાય છે. ખેડૂતો ખેતીમાં શ્રેત્રે આગળ વધે અને આધુનિક ખેતી તરફ વધે તે માટે સરકાર દ્વારા ટ્રેકટર પર સબસિડી આપવામાં આવે છે.આ પ્રસંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ટ્રેકટર સહાય યોજના હેઠળ તેઓને ખેતી કામ માટે ટ્રેકટર મળતા તેઓ તેમની ખેતીનો વ્યાપ વધારશે. હવે તેઓ પારંપારિક ખેતી સિવાય બાગાયતી ખેતી પણ કરશે.

તસવીર:- ફૈજાન ખત્રી છોટાઉદેપુર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!