ડભોઇ પોલીસ ધ્વારા ૩૧ ડીસેમ્બર ને લઈ ઠેર ઠેર વાહન ચેકિંગ ની કામગીરી 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા જીલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ ડભોઇ પી. આઇ. કે.જે. ઝાલા એ ડી. સ્ટાફ અને પોલીસ જવાનો સાથે ૩૧ ડીસેમ્બરને લઈ ડભોઇ બાયપાસ માર્ગ પર નાંદોદીભાગોળ શિનોર ચોકડી,વેગા, ટીંબી ફાટક અને ગોપાલપુરા સહીત ના પોઇંન્ટો પર વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ.

જેમા વાહન ની તપાસ સહીત દારુપી ને ડ્રાઇવ કરતા ચાલકો, સીટબેલ્ટ , લાયસન્સ નો અનાદર કરી વાહન ચાલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

૩૧ મી ડીસેમ્બરને લઈ પાર્ટીઓ કરવા નિકળતા શોખીનો, ફોર વ્હીલર મા વિદેશીદારુ ની હેરાફેરી કરતા ખેપીયાઓ, દારુ પી વાહન ચલાવતા ચાલકો, નિયમ ભંગ કરતા ડ્રાઇવરો સામે ડભોઇ પોલીસે રીતસર ની પસ્તાળ પાડી હતી. ડભોઇ પોલીસ ની કામગીરી ને લઈ અનેક વાહન ચાલકોએ પોતાના રસ્તા બદલી નાખ્યા હતા.તો કેટલાક ને પરત ફરી જવાની ફરજ પડી હતી.ત્યારે પી.આઇ.કે.જે.ઝાલા એ પોલીસ જવાનોને સાથે રાખી વાહન ચેકિંગ ની અસરકારક કામગીરી હાથ ધરી દારુ ના શોખીનો ને કાયદા નુ ભાન કરાવ્યુ હતુ. ૩૦ મી ડીસેમ્બરે સાંજ થી મોડીરાત્રી સુધી કરેલ કામગીરી બીજે દિવસે પણ સાંજ થી મોડીરાત્રી સુધી યથાવત રહી હતી.

જેના કારણે દારુ ના ખેપીયા અને દારૂપી ને વાહન ચલાવતા ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ ડભોઇ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!