આમોદ તાલુકાના દેણવા ગામે ખેતરમાં કામ કરી રહેલી આશરે 40 વર્ષીય મહિલા પર અચાનક વીજળી પડતાં તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ દેણવા ગામે કપિલાબેન વિનોદભાઈ (ઉંમર 40 વર્ષ આશરે)ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે વીજળી પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતાં તેમને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી, આમોદ ટી.ડી.ઓ. નરેશ લાડુમોર, આમોદ પોલીસ મથકના પીઆઈ કરમંટીયા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

ઘટનાને પગલે દેણવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








