સાયખાની હેમાની ક્રોપ કેર કંપની દ્વારા GPCB ના આદેશની અવગણના ની આશંકાએ ખેડૂતોનો હોબાળો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાયખાની હેમાની ક્રોપ કેર કંપની દ્વારા GPCB ના આદેશની અવગણના ની આશંકાએ ખેડૂતોએ કંપની પર હોબાળો મચાવ્યો હતો.વર્ષાઋતુ દરમિયાન ખેડૂતોના ખેત વાવેતરને કંપનીઓના પ્રદૂષણ ને કારણે ભારે નુકશાન થતાં કંપની નજીકના ગામ ના ખેડૂતો રોષે ભરાયા હતા.કંપની સામે ખેડૂતોએ લડત ચલાવી હતી સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.જે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને ખેડૂતોએ રજુઆત કરતા ધારાસભ્ય એ ખેડૂતોના હિતમાં સરકારી વિભાગ ને વારંવાર ટકોર કર્યા બાદ જીપીસીબીએ સત્ય હકીકત ની માહિતી મેળવવા ઘઘમાટ શરૂ કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન કંપનીનાં કાર્યરત પ્લાન્ટ માં અનેક પ્રકાર ની ખામીઓ નઝરે પડી હતી,જેથી જીપીસીબી એ કંપનીને નોટિસ ફટકારી હતી.નોટિસ આપ્યાં બાદ કંપની ને ૧૫ દિવસ ના સમય મર્યાદા સાથે કંપની પ્લાન્ટ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.

જીપીસીબીના આદેશની અવગણના થઈ રહ્યું હોવાનું ખેડૂતોને જણાઈ આવતાં ખેડૂતો દ્વારા કંપની ખાતે જઈ હોબાળો માચાવવામાં આવ્યો હતો.ખેડૂતોએ ખેત નુકશાની નું વળતર મેળવવા અને તાત્કાલિક અસર થી કંપની બંધ કરવા માટે રજુઆત કરી હતી.

આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બર બાદ કંપની ધ્વારા આદેશો નું પાલન કરવામાં નહીં આવે અને નિયમો અનુસાર કંપની કાર્યરત નહીં હોય તો, કંપનીને તાળા બંધી કરવા માટે ઉગ્ર ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

વાયુ પ્રદૂષણની ફરિયાદ બાદ નિયમ પાલનમાં કંપનીની ગંભીર બેદરકારી સામે આવી :; ૧૫ દિવસ બાદ વીજળી-પાણી કાપવાના નિર્દેશ

સારણ ગામના ખેડૂતો દ્વારા ઉદ્યોગમાંથી થતા કથિત વાયુ પ્રદૂષણ અંગે કરવામાં આવેલી ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ દ્વારા તા ૧૯ ઓગસ્ટના રોજ ઉદ્યોગનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન એકમ કાર્યરત હોવાનું જણાયું હતું. ખેડૂતો દ્વારા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન કપાસનો વાવેતર કરાયેલ પાક સુકાઈ ગયેલો અને વિકાસ અટકી ગયેલો જોવા મળ્યો હોવાનો ઉલ્લેખ નિરીક્ષણમાં કરવામાં આવ્યો છે. વધુમાં, બોઈલરના સ્ટેક સાથે જોડાયેલ OCEMS કાર્યરત હોવા છતાં ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું.આ ગંભીર બિનઅનુપાલન અંગે GPCB દ્વારા એકમને લેખિત સૂચના આપી સુધારાત્મક પગલાં લેવા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. જોકે, વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ તથા CTE/CCAની શરતોના ઉલ્લંઘનના આધારે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે.GPCB ભરૂચના યુનિટ હેડ ડૉ. જે.ડી. ઓઝા દ્વારા વાયુ અધિનિયમની કલમ 31(A) હેઠળ આદેશ જારી કરી આદેશની તારીખથી ૧૫ દિવસની અસર બાદ ઉત્પાદન પ્રવૃત્તિ બંધ રાખવા તેમજ પરિસરમાં ઔદ્યોગિક પ્લાન્ટનું સંચાલન બંધ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેપ્ટિવ પાવર પ્લાન્ટ તથા ડી.જી. સેટ મારફતે પણ કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિ ન કરવા જણાવાયું છે.૧૫ દિવસ પૂર્ણ થયા બાદ કંપનીનો વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરવા સંબંધિત સત્તાવાળાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે સાથે જ, GPCBની બેંક ગેરંટી નીતિ મુજબ એક વર્ષ માટે માન્ય રૂ. અઢી લાખની બેંક ગેરંટી જમા કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.GPCBના આ કડક આદેશને પગલે ઉદ્યોગ વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. હવે કંપની દ્વારા નિયમોના પાલન માટે કયા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે અને બોર્ડના આદેશનો કેટલો અમલ થાય છે તે જોવું જ રહ્યું.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!