ભરૂચ ખાતે અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરાયું,અંગદાન કરનારના પરિજનોને પ્રશસ્તિ પત્ર આપીને તેમની ઉમદા સેવાને બિરદાવાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં અંગદાન કરનારના પરિજનોને ખાસ આમંત્રિત કરી પ્રશસ્તિ પત્ર આપીને તેમની ઉમદા સેવાને બિરદાવવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ના સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને અંગદાન એ મહાદાનની ભાવનાને ચરિતાર્થ કરતા અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમમાં જેમણે અંગદાન કર્યું હોય તેવા પરિવારજનોને ખાસ આમંત્રિત કરી તેમનું પ્રશસ્તિ પત્ર આપીને તેમની ઉમદા સેવાને બિરદાવવામાં આવી હતી. સ્વજન ગુમાવવાના ઘેરા શોકની ક્ષણોમાં પણ અન્ય લોકોને નવજીવન આપવા માટે દાખવેલી અપ્રતિમ હિંમત અને ઉદારતા બદલ સમગ્ર તંત્રે પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે ચક્ષુદાન, અંગદાન, દેહદાન ક્ષેત્રે કામ કરતી સામાજિક સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશનની કામગીરીને પ્રશસ્તિ આપીને બિરદાવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે, અંગદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. ભરૂચના આ દાનવીર પરિવારોનું યોગદાન સમાજના અન્ય લોકો માટે સદા પ્રેરણાસ્રોત બની રહેશે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સહુ કોઈએ અંગદાન પ્રવૃત્તિને વેગ આપવા અને આ ઉમદા કાર્ય અંગે સમાજમાં વધુ જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!