ભરૂચના જુનાબોરભાઠા બેટ ખાતે આહિર સમાજની AP L 20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના જુનાબોરભાઠા બેટ ખાતે આહિર સમાજની AP L 20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને આત્મીયભાવ સુદ્રઢ બને તેવા હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે.

ભરૂચ જિલ્લાના જુના બોરભાઠા બેટ ખાતે લાભ પાંચમના દિવસે આહીર સમાજ દ્વારા જુના બોરભાઠા બેટ ગામે આહીર સમાજની APL 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાભરમાંથી અલગ અલગ વિસ્તારો અલગ અલગ ગામડાઓમાંથી અને શહેરોમાંથી કુલ ૩૬ ટીમોએ ભાગ લીધો છે.

ભરૂચ જિલ્લાના જુના બોરભાઠા બેટ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આહિર સમાજના યુવાનો વ્યસન મુક્ત રહે એકબીજા સાથે આત્મીયતા કેળવાય અને સમાજના યુવકો એકબીજા સાથે પરિચિત થાય એવા હેતુને સિધ્ધ કરવા દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે,ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૫ દિવસ ચાલશે.

ટુર્નામેન્ટ નો પ્રારંભ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર જુના બોરભાઠા બેટના સરપંચ પંકજભાઈ પટેલ ઉપ સરપંચ દીપકભાઈ પટેલ તથા આહિર સમાજ ના અગ્રણીઓ ધીરજભાઈ આહીર .ઈશ્વરભાઈ ખોડાભાઈ આહીર. બાલુભાઈ આહીર .નટુભાઈ આહીર કેશવભાઈ આહીર. કરસનભાઈ આહીર સહિતના આહીર સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિત માં કરવામાં આવ્યો હતો

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!