આમોદના નાહિયેર, બોડકા અને આશનેરા ગામે વિવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકાનાં વિવિધ ગામોમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે નાહિયેર, બોડકા અને આશનેરા ગામમાં વિવિધ વિકાસકાર્યોના કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે નાહિયેર ગામે બસ સ્ટેન્ડ અને સ્મશાનના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે બોડકા ગામે પીકઅપ સ્ટેન્ડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. બીજી તરફ, આશનેરા ગામે નવનિર્મિત પીકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાહિયેર ગામે આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્યો થકી ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સુવિધાઓમાં વધારો થવાની સાથે સ્થાનિક નાગરિકોને અવરજવર સહિતની સુવિધાઓમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાયમા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના સભ્ય વિમલ પટેલ, ધર્મેન્દ્રસિંહ રાજ, સંજયસિંહ રાજ, ન્યાય સમિતિના અધ્યક્ષ નયનાબેન વસાવા સહિત સરપંચો, ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

DIGITAL YUG NEWS AMOD 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!