આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા.તેમણે આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમો મા ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે બોરસદ તાલુકાના ઝારોલા ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આણંદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલે સ્વહસ્તે છોડ વાવીને પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપ્યો હતો.બોરસદ તાલુકાના ઝારોલા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા ખાતે અંબે માતા અને મુંડધરી માતા મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વયં મંદિરના પ્રાંગણમાં ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.

વધુમાં ઝારોલા સ્થિત એચ.જે.પરીખ હાઇસ્કુલ ખાતે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજીને સંવાદ સાધ્યો હતો. રાત્રિસભા પૂર્વે ગામના જ અનુસૂચિત જાતિ પરિવારના અશોકભાઈના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમણે સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અને પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.આ તકે રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આવનારી પેઢીને સમૃદ્ધ અને રોગમુક્ત ભવિષ્ય આપવા માટે જરૂરી શુદ્ધ જમીન, પાણી, પર્યાવરણ અને જન-આરોગ્યની જાળવણી અર્થે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશી ગાય આધારિત ખેતીથી ખર્ચ ઘટે છે અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.સાથે જ ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મ – ગોકુલ વાડીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી હતી અને ખેતરની મુલાકાત લઈ ખેતરમાં જાતે હળ ચલાવી ખેડૂતો સાથે સંવાદ કરી માર્ગદશર્ન આપ્યું હતું. આ તકે તેમણે ફાર્મ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.

રાજ્યપાલે બોરસદ તાલુકાના ચુવા ગામના અનુસૂચિત જાતિ પરિવારના અંબાલાલભાઈ રોહિતના નિવાસસ્થાને જઈને આત્મીયભાવ સાથે પરિવારના તમામ સભ્યો સાથે સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે પરિવારની રહેણીકરણી અને આજીવિકા વિશે રસપૂર્વક માહિતી મેળવીને તેમની સાથે સહજભાવે અલ્પાહાર માણ્યો હતો.ઉલ્લેખનીય છે કે દેવવ્રતજીએ ઝારોલા સ્થિત ‘સાંજ’ ડે કેર સંસ્થાની પણ વિશેષ મુલાકાત લીધી હતી. અહીં ગામના વયોવૃદ્ધ નાગરિકો સાથે સ્નેહપૂર્વક સંવાદ કર્યો હતો. રાજ્યપાલના આગમન સમયે તમામ વયોવૃદ્ધ નાગરિકોએ ભજન ગીત ગાઈને તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.ઝારોલા ગામે રાત્રિ રોકાણ બાદ સવારે બોચાસણ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિનું માર્ગ અપનાવવા આહવાન કર્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ, આણંદ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!