વાગરાના ચાંચવેલમાં રખડતા શ્વાનનો આતંક, માસૂમ બાળકના માથા-મોઢા પર બચકાં ભરતાં ગંભીર ઈજા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં રખડતા શ્વાનના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં માતાની નજર સામે નજીકમાં રમી રહેલા માસૂમ બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા અને મોઢાના ભાગે બચકાં ભરતાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં ગામમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને લઈને ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ચાંચવેલ ગામમાં માતા ઘરના આંગણામાં સફાઈ કરી રહી હતી અને માસૂમ બાળકને પોતાની નજીકમાં બેસાડ્યું હતું. દરમિયાન અચાનક એક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો.શ્વાને બાળકના માથા અને મોઢાના ભાગે બચકાં ભરતાં માતા ગભરાઈને તાત્કાલિક બાળકને બચાવવા દોડી આવી હતી.ત્યારબાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં રખડતા શ્વાનોનો આતંક કેટલો જોખમી બની શકે છે તેનો ચોંકાવનારો ચિતાર સામે આવ્યો છે. સામાન્ય રીતે બાળકો ઘરનાં આંગણાંમાં સુરક્ષિત રીતે રમતાં હોય છે,પણ હવે ઘરના આંગણામાં પણ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે.ચાંચવેલમાં બનેલી આ ઘટના બાદ રખડતા શ્વાનોના ત્રાસને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ ઊઠી છે. ગામમાં રખડતા શ્વાનોને કારણે અન્ય બાળકો અને નાગરિકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.ગ્રામજનોની માગ છે કે સંબંધિત અધિકારીઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ રખડતા શ્વાનોના ત્રાસને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન અટકાવી શકાય.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!