જંબુસર તાલુકાના ડાભા–ગજેરા રોડ પર આવેલા ભૂવારા મંદિરવાળા માર્ગ પર સ્થિત ‘વી.આઈ.પી.’ નામના ઈંટના ભઠ્ઠા પર એક દુઃખદ ઘટના સામે આવી છે. ભઠ્ઠા પર પાણીની ટાંકીની દીવાલ અચાનક ધરાશાયી થતાં ૧૫ વર્ષીય શ્રમિક બાળક દટાઈ ગયો હતો. આ ઘટનામાં બાળકનું શંકાસ્પદ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઈંટનો ભઠ્ઠો ઉત્તર પ્રદેશના સફાકતભાઈ દ્વારા ચલાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. ભઠ્ઠા પર પાણીની ટાંકીની દીવાલ અચાનક તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.આ ઘટનાએ ઈંટના ભઠ્ઠાઓ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને શ્રમિક તરીકે કામ કરતા સગીર બાળકોની સલામતી, જોખમી બાંધકામોની સ્થિતિ અને કામના સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.સાથે જ ભઠ્ઠા પર શ્રમિકોની સુરક્ષા, સગીર બાળકો પાસે કામ કરાવાતું હતું કે નહીં અને બાંધકામની સ્થિતિ અંગે પણ તપાસ થવી અત્યંત જરૂરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ,જંબુસર









