વડોદરા RPF ના SIPF અનવર હુસેન શેખ ઇન્ડિયન પોલીસ મેડલથી સન્માનિત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રેલવે સુરક્ષા દળ (RPF)માં વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રેલવે સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર અનવર હુસેન અહમદ હુસેન શેખને ઇન્ડિયન પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલા RPFના સ્થાપના દિવસ સમારોહમાં DG/RPF સોનાલી મિશ્રાના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

મૂળ ગોધરાના વતની અને હાલ વડોદરા ખાતે રહેતા અનવર હુસેન શેખ વર્ષ ૧૯૮૯ માં RPFમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. પોતાની લાંબી સેવાકીય કારકિર્દી દરમિયાન તેમણે મુંબઈ, ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી છે. હાલમાં તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યા છે.રેલવે સેવા સાથે પરિવારનો પણ જૂનો નાતો રહ્યો છે.

અનવર હુસેન શેખનો પરિવાર પણ રેલવે સેવા સાથે લાંબા સમયથી જોડાયેલો રહ્યો છે. તેમના પિતા રેલવેમાં ટ્રેન ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમના સસરા ટ્રેન ગાર્ડ તરીકે સેવાઓ આપતા હતા. આમ, રેલવે સેવા સાથે જોડાયેલી પારિવારિક પરંપરાને આગળ ધપાવતા અનવર હુસેન શેખે પણ પોતાની કારકિર્દીમાં રેલવે સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.રેલવે સુરક્ષા અને સેવાકીય કામગીરીમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય, નવી દિલ્હી દ્વારા DG/RPF મારફતે તેમનું નામ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ સન્માન માટે મોકલવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા બાદ તેમને ઇન્ડિયન પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનવર હુસેન શેખની વર્ષોની સેવાઓને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. ભરૂચમાં પણ ફરજ બજાવી ચૂકેલા અનવર હુસેન શેખને મળેલું આ સન્માન તેમના પરિવારજનો અને શુભેચ્છકો માટે ગૌરવની ક્ષણ બની રહ્યું છે.

અમજદ સૈયદ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!