અંકલેશ્વર GIDCમાં નશાના કાળા કારોબાર પર ભરૂચ પોલીસ ત્રાટકી,૭ કિલો થી વધુ નશાકારક ગોળીઓ સહિત રૂ.૩.૭૮ લાખના મુદ્દામાલ સાથે બે પકડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર GIDCમાં ચાલી રહેલા નશાના કાળા કારોબાર પર ભરૂચ પોલીસ ત્રાટકી હતી.જેમાં ૭.૨૭૫ કિલો નશાકારક ગોળીઓ સહિત રૂ.૩.૭૮ લાખના મુદ્દામાલ સાથે બે લોકો ને પોલીસે દબોચી લીધા હતા. “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ SOG તથા એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા અંકલેશ્વર GIDC વિસ્તારમાં અલગ-અલગ દરોડા પાડી નશાકારક ગોળીઓનો કુલ ૭ કિલો ૨૭૫ ગ્રામ જથ્થો તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૭૮,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નશાકારક પદાર્થનો જથ્થો પૂરો પાડનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ASI રવિન્દ્રભાઈ નુરજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસીંગભાઈને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર GIDCના યોગી એસ્ટેટ, પ્લોટ નં.૮૨ ખાતે આવેલી પપ્પુ પ્રોવીઝન સ્ટોર્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન પ્રદિપ મહાવીર નિશાદ (ઉંમર ૨૨)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ‘કેશવ મુનક્કા’ નામની ૫ કિલો ૧૯૦ ગ્રામ નશાકારક ગોળીઓ,કિંમત રૂ.૨,૫૯,૫૦૦ તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૨,૬૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી આ જથ્થો અન્યને વેચાણ કરવાના ઇરાદે મેળવી દુકાનમાં રાખી છૂટક વેચાણ કરતો હતો.બીજી તરફ એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ની ટીમે અંકલેશ્વર GIDCના યોગી એસ્ટેટમાં આવેલી શ્રી વિષ્ણુ ગોપાલ પ્રોવીઝન સ્ટોર્સમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.જ્યાથી ગોપાલજી જીતેન્દ્ર શર્માને ઝડપી પાડવામાં આવ્યો હતો.

તેની પાસેથી ‘તરંગ વિજ્યાવટી’ નામની નશાકારક ગોળીઓ બે કિલો ૮૫ ગ્રામ, કિંમત રૂ. ૧,૦૪,૨૫૦ તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૪,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી આ નશાકારક ગોળીઓ અન્ય લોકોને વેચાણ કરવા માટે દુકાનમાં રાખી છૂટક વેચાણ કરતો હતો.બંને અલગ-અલગ કાર્યવાહીમાં ભરૂચ પોલીસે કુલ ૭ કિલો ૨૭૫ ગ્રામ નશાકારક ગોળીઓ તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩,૭૮,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બંને આરોપીઓ સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં NDPS એક્ટ-1985ની કલમ 8(c), 20[b(ii)(B)] અને 29 હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં બંને આરોપીઓએ નશાકારક પદાર્થનો જથ્થો શ્રવણકુમાર નામના મારવાડી શખ્સ પાસેથી મેળવ્યો હોવાની હકીકત જણાવી છે. તેનું પૂરું નામ-ઠામ હાલ જાણી શકાયું ન હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.નશાના કારોબાર સામે ભરૂચ પોલીસની કડક કાર્યવાહીને પગલે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!