આણંદ :: જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટેની મુદત લંબાવાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાની ભાદરણમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશ માટેની મુદત લંબાવવામાં આવી છે.હવે ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રવેશ પરીક્ષા ૧૦ એપ્રિલ ૨૦૨૭ના રોજ યોજાશે.આણંદ જિલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્ય દ્વારા જણાવ્યા મુજબ, અગાઉ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી. જોકે, વહીવટી કારણોસર હવે અરજી કરવાની મુદત લંબાવીને ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ કરવામાં આવી છે.હાલ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય સરકારી કે ખાનગી શાળામાં ધોરણ ૮ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે.પ્રવેશ માટેની પરીક્ષા ૧૦ એપ્રિલ ૨૦૨૭, શનિવારના રોજ યોજાનાર હોવાનું જણાવાયું છે.ધોરણ ૯ માં પ્રવેશ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ https://cbseitms.nic.in/2026/nvsix_9/ તથા ધોરણ ૧૧ માં પ્રવેશ માટેhttps://cbseitms.nic.in/2026/nvsxi_11/ વેબસાઈટ પર જઈ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકશે.વિદ્યાર્થીઓ અને વાલીઓને અંતિમ તારીખની રાહ જોયા વિના જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે સમયસર ઓનલાઈન અરજી પૂર્ણ કરવા શાળા સત્તાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!