ટંકારીઆમાં હઝરત ગૌષે આઝમ (રદી.)ની ગ્યારવી શરીફ નિમિત્તે સામૂહિક ન્યાઝ યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ટંકારીઆ ખાતે દારુલ ઉલુમ અશરફીય્યહ કમિટી દ્વારા હઝરત ગૌષે આઝમ, મહબૂબે સુબહાનિ, શેખ અબ્દુલ કાદિર જીલાની (રદી.)ની પવિત્ર સ્મૃતિ નિમિત્તે ગ્યારવી શરીફની સામૂહિક ન્યાઝનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત દારુલ ઉલુમ હોલ ખાતે કુરઆન શરીફની તિલાવત, નાત-એ-પાક તથા વાઅઝ-નસીહતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હઝરત ગૌષે આઝમ (રદી.)ની પવિત્ર જીવનગાથા, દીની સેવાઓ તથા તેમના ઉપદેશો અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વાઅઝ-નસીહત દરમિયાન સદાચાર, ભાઈચારો, માનવ સેવા અને દીન પ્રત્યેની વફાદારી જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હઝરત ગૌષે આઝમ (રદી.)ના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં એકતા, પ્રેમ અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગ્યારવી શરીફની સામૂહિક ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યાઝમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, અકીદતમંદો, કમિટીના સભ્યો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક ન્યાઝમાં ભાગ લઈ પ્રસાદીરૂપ ન્યાઝનો લુત્ફ ઉઠાવ્યો હતો.દારુલ ઉલુમ અશરફીય્યહ કમિટી દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટંકારીઆની નવયુવાન કમિટી, જે ‘૧૦૮’ના નામથી ઓળખાય છે, તેના સભ્યોએ ખડે પગે રહી વ્યવસ્થાઓ સંભાળી નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!