વાગરા પોલીસે ૨૪ હજાર લીટર એસિટીક એસિડ ભરેલા ત્રણ વાહનો સહિત ત્રણ ઇસમોને રૂ.૩૯.૦૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પોલીસે સાયખા કેમિકલ ઝોન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એક ટ્રક તથા બે આઇશર ટેમ્પામાં ભરેલો એસિટિક એસિડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એસિડના જથ્થા અંગે જરૂરી બિલ, આધાર-પુરાવા તથા દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા તે રજૂ કરવામાં આવ્યા ન હોવાનું પોલીસ કાર્યવાહીમાંથી સામે આવ્યું છે. પોલીસે ત્રણેય વાહનો, એસિટિક એસિડનો જથ્થો તથા ત્રણ ઇસમો સહિત કુલ રૂ.૩૯ લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્યવાહી દરમિયાન ટ્રક નંબર જીજે ૦૬ એયું ૯૬૩૬, કિંમત રૂ.૧૦ લાખ,તથા આઇશર ટેમ્પા નંબરજીજે ૧૬ એક્સ ૭૮૪૬, કિંમત રૂ.૫ લાખ તથા આઇશર ટેમ્પા નંબર જીજે ૦૫ સી ડબલ્યુ ૧૩૭૨, કિંમત રૂ.૭ લાખ કબજે કરવામાં આવ્યા હતા.

ત્રણેય વાહનોમાંથી પ્લાસ્ટિકના કુલ ૧૨૦ કેરબા મળી આવ્યા હતા. એક કેરબામાં ૨૦૦ લીટર મુજબ કુલ ૨૪,૦૦૦ લીટર એસિટિક એસિડનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. એસિટિક એસિડની કિંમત પ્રતિ લીટર રૂ.૭૧ મુજબ તેની કુલ કિંમત રૂ.૧૭.૦૪ લાખ થવા જાય છે.આમ, ત્રણેય વાહનોની કુલ કિંમત રૂ.૨૨ લાખ તથા એસિટિક એસિડના જથ્થાની કિંમત રૂ.૧૭.૦૪ લાખ મળી કુલ રૂ.૩૯.૦૪ લાખનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે ત્રણેય ઇસમો પાસેથી પ્લાસ્ટિકના કેરબામાં ભરેલા એસિટિક એસિડ અંગે બિલ, આધાર-પુરાવા તથા અન્ય જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. જોકે, આવા જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સંતોષકારક ખુલાસો ન મળતાં પકડાયેલા ત્રણેય ઇસમોની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૧)(ઈ) મુજબ અટકાયત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય વાહનો અંકલેશ્વર GIDCમાંથી સાયખા કેમિકલ ઝોન સ્થિત મહાદેવ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ જઈ રહ્યા હતા.દરમિયાન સાયખા કેમિકલ ઝોનમાં પેટ્રોલિંગ કરી રહેલી વાગરા પોલીસની ટીમે વાહનોને અટકાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!