ટંકારીઆમાં ગણિત- વિજ્ઞાન મેળાની ઉજવણી સાથે બ્રિટનના સાંસદ ઈકબાલ હુસૈન મહંમદનું બહુમાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 ભરૂચના ટંકારીઆની બ્રાંચ કુમારશાળામાં સી.આર.સી. કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુકેથી પધારેલા ડ્યૂઝબરી એન્ડ બાટલીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જનાબ ઈકબાલ હુસૈન મહંમદનો સન્માન સમારંભ પણ યોજાયો હતો.અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ઈકબાલભાઈનું સન્માન પુષ્પગુચ્છ,સન્માનપત્ર તથા શાલ અર્પણ કરી કરવામાં આવ્યું હતું

આ ઉપરાંત ગુજરાત ટુડેના પ્રકાશક અઝીઝ ટંકારવી અને નાસીરભાઇ લોટીયા નું પણ શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ તબક્કે ગણિત – વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન MP ઈકબાલ હુસૈન મહંમદના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું હતું. મેળામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિત આધારિત અવનવી કૃતિઓ તથા મોડેલ્સ રજૂ કર્યા હતા.પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, ઊર્જા બચત, નવીનીકરણીય ઊર્જા, સ્વચ્છતા, આરોગ્ય, ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રયોગો રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન ઈકબાલ હુસૈન મહંમદ, શાળાના આચાર્ય મુનાફ,અઝીઝ ટંકારવી , સફવાનભાઇ ભુતા, સઈદ બાપુજી તથા નાસીરભાઈ લોટીયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય મેહમાન ઇકબાલભાઈએ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ અને ઉત્સાહની પ્રશંસા કરી તેમને ભવિષ્યમાં શિક્ષણ તથા વિજ્ઞાનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ અંગે મહેમાનો તથા મુલાકાતીઓ ને આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપી હતી.

નિર્ણાયકો દ્વારા મોડેલની રચના, રજૂઆત, વૈજ્ઞાનિક અભિગમ, વિષયની સમજણ અને સર્જનાત્મકતાના આધારે કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.સમગ્ર મેળા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપી તેમની કૃતિઓને વધુ અસરકારક અને જ્ઞાનપ્રદ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.અંતે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગણિત – વિજ્ઞાન મેળાને સફળ બનાવવા બદલ તમામ સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિર્ણાયકો તથા આયોજનમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ગણિત-વિજ્ઞાન મેળાએ વિદ્યાર્થીઓમાં “જાણીએ, વિચારીએ, પ્રયોગ કરીએ અને નવું સર્જીએ” જેવી વૈજ્ઞાનિક દૃષ્ટિ અને સર્જનાત્મક વિચારસરણી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વિજ્ઞાનના પ્રયોગો અને વિદ્યાર્થીઓની અવનવી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓનું પણ ધ્યાન આકર્ષ્યું હતું.કાર્યક્રમમાં અઝીઝભાઈ ટંકારવી, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, ટંકારીઆ ગામના સરપંચ મંગાભાઈ, ઉપસરપંચ સફવાનભાઈ, મુસ્તુફાભાઈ ખોડા, સઈદ બાપુજી, સામાજિક અગ્રણી નાસીર લોટીયા, મુસ્તાકભાઈ દોલા, અજીજભાઈ ભા, ટંકારીઆ બીટના પ્રવીણભાઈ સોલંકી, ગૃપ આચાર્ય શબ્બીરભાઈ, તલાટી-કમ-મંત્રી ઘનશ્યામભાઈ તેમજ એસ.એમ.સી.ના સભ્યો સહિતના મહાનુભાવો, શાળાઓના આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહેદાબેન કારીએ કર્યું હતું

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!