ભરૂચ ખાતે ઈન્ચાર્જ કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા,વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગતા પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે દ્વારા અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોની પણ ખાસ નોંધ લઈ આવા સ્થળોએ વાહનચાલકો તથા રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભરૂચની વિવિધ શાળાઓમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દ્વારા શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના મુખ્ય હેતુ સાથે રોડ સેફ્ટી બાઇક રેલી વગેરે આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને શહેરના માર્ગો વધુ સુરક્ષિત બને તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ખેતીવાડીમાં વપરાતા ટ્રેલરો પર રેડિયમ રિફ્લેકટર લગાડેલા ન હોય તેવા વાહનોના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કાયમી રિફ્લેક્ટર ન હોય અને રેડિયમ રિફ્લેક્ટર પણ લગાડેલા ન હોય તેવા વાહનોના લીધે અકસ્માત ન સર્જાય અને તેના લીધે વાહનના કોઈ પણ ચાલકે જીવ ગુમાવવો ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે જનજાગૃતિ જરૂરી છે.જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દબાણો અંગેની કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે માર્ગ પર દબાણ હોય તેને આગામી સમયમાં દૂર કરવા માટે જરૂરી આયોજન કરવા માટે જણાવાયું હતુ.જિલ્લા કલેક્ટરે વિવિધ રોડ રસ્તા ઉપર વૃક્ષોનું ટ્રીમીંગ, રમ્બલ સ્પીડ બ્રેકર સહિતની બાબતોને લઈને સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી.જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા પોલીસ વડા નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી, આર.ટી.ઓ સહિત સંબંધિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!