આમોદના દોરા ગામના તલાટીની વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકાના દોરા ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ચતુરભાઈ વાઘેલાની વયનિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, સરપંચો, ગ્રામજનો તથા પરિવારજનો ઉપસ્થિત રહી ચતુરભાઈ વાઘેલાની લાંબી સરકારી સેવાને બિરદાવી સન્માન કર્યું હતું.

આમોદ તાલુકાના ભીમપુરા ગામના વતની ચતુરભાઈ વાઘેલાએ સરકારી સેવામાં આશરે ૩૦ વર્ષ સુધી ફરજ બજાવી હતી. તેમના સેવાકાળ દરમિયાન આમોદ તાલુકામાં ૨૦ વર્ષ, જંબુસર તાલુકામાં ૫ વર્ષ તથા ઝઘડિયા તાલુકામાં ૨ વર્ષ સહિત વિવિધ સ્થળોએ ફરજ બજાવી હતી. ઉપસ્થિત આગેવાનોએ તેમના સેવાકાળ દરમિયાન કર્તવ્યનિષ્ઠા અને જવાબદારીપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી.વિદાય સમારંભમાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તેમની સાથે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, કારોબારી અધ્યક્ષ કાજલબેન પટેલ, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાન, ઝઘડિયા તાલુકાના વાસણા ગામના સરપંચ જિગ્નેશ વસાવા, કેરવાડા ગામના આગેવાન સંજયસિંહ રાજ સહિત આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાને ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. દોરા ગામના ગ્રામજનોએ પણ તેમની સેવાઓની પ્રશંસા કરી ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ચતુરભાઈને નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્તી, સુખાકારી અને આનંદમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.વિદાય સમારંભ સાથે દોરા ગામ માટે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.નિવૃત્ત થતા તલાટી ચતુરભાઈ વાઘેલાએ રિબન કાપીને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું હતું

 

સમારંભના અંતે ગામના આગેવાન સતીશ પટેલ દ્વારા ચતુરભાઈ વાઘેલાને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચતુરભાઈ વાઘેલાના લાંબા સેવાકાળને યાદ કરી ઉપસ્થિત સૌએ તેમને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!