ભરૂચ ખાતે The WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં સભાસદો એ હાજરી આપી હતી.

ભરૂચી વહોરા પટેલ સમાજના ઉત્કર્ષ અને તેના ગરીબ તથા મધ્યમ વર્ગને વગર વ્યાજે ધિરાણ આપી,તેમના આર્થિક વિકાસના મકસદ, તેમજ શિક્ષિત, સંગઠિત, સ્વાવલંબી અને સશકત સમાજના નિર્માણના ઉમદા ધ્યેય સાથે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન છેલ્લા સાત વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્યરતછે.WBVF દ્રારા સંચાલિત, ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ની સને: ૨૦૨૫-૨૬નીવાર્ષિક સાધારણ સભા ઇકરા સ્કૂલના હોલમાં યોજાઈ હતી.જેમાં સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સમિતીનાસભ્યો,સમાજના અગ્રણીઓ સહીત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સભાના તથા મંડળીના અધ્યક્ષ ઉસ્માનભાઈ પટેલ (બેંકર)એ મંડળીની નોંધણી,તેના સુચારુ સંચાલન અને વિકાસની સફરનો ચિતાર રજૂ કર્યો હતો.તેમણે મંડળીની સ્થાપના,તેના દ્વારા સંચાલિત ઉચ્ચ ગુણવત્તા વાળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે ચલાવવામાં આવતા અલીફ માર્ટ અને શરાફી વ્યાજના દુષણને ડામવા,બિન વ્યાજે આપવામાં આવતા ધિરાણથી સમાજને થયેલ ફાયદાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા.મંડળીના જનરલ સેક્રેટરી રફીકભાઈ પટેલે વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા.જ્યારે કારોબારી સભ્ય ડૉ. ઇસ્માઇલભાઈ પટેલ એ સર્વસંમતિથી પસંદગી પામેલ નવનિયુક્ત કારોબારી સભ્યોના નામોની યાદી, સભામાં ઉપસ્થિત મંડળીના સભાસદો સમક્ષ બહાલી અર્થે રજૂ કરેલ હતી. ઉપસ્થિત તમામ સભાસદોએ આગામી પાંચ વર્ષ માટે નવનિયુક્ત વ્યવસ્થાપક સમિતિને બહાલી આપી વધાવી લેવામાં આવેલ હતી.

WBVF ના ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીરભાઈ પટેલએ પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધન કર્યુ હતુ.તલ્હાભાઈ પટેલના આભાર પ્રવચન અને સોએબભાઈ સારોદવાલાની દુઆઓ સાથે આ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી પુરી થયેલ હતી.
ઝફર ગડીમલ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









