ખેડા જિલ્લાના રોઝવા ગામે ઠાસરા ગળતેશ્વર તાલુકા શેખ સમાજ દ્વારા મુસ્લિમ સમાજની બહેનોને આત્મનિર્ભર અને સ્વરોજગાર તરફ આગળ વધારવાના ઉમદા આશયથી છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે ઘર બેઠા રોજગાર પ્રાપ્ત કરી શકે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તેને ધ્યાને રાખી રોઝવા ખાતે સીવણ ક્લાસનો ઉદઘાટન સમારંભ સેવાલિયા પાલીના પીરેતરીકત હજરત સૈયદ કલંદર બાદશાહ બાવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

સમારંભ ના પ્રમુખ તરીકે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક. મુખ્ય મહેમાન તરીકે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ અમદાવાદ જિલ્લાના કન્વીનર હાજી ફરીદમીયા સૈયદ (મુખી) અને અતિથિ વિશેષ તરીકે બાલાસિનોર ના નવાબ સુલતાન સલાઉદ્દીન ખાનજી બાબી,બાલાસિનોર વકફ કાઉન્સિલ મેનેજિંગ ટ્રસ્ટી. મુસ્તાકભાઈ શેખ (કોન્ટ્રાક્ટર), મલેક તસ્લીમ અહેમદ (એડવોકેટ) ઠાસરા અને મહંમદ સફી કાસમઅલી સૈયદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પીરેતરીકત સૈયદ કલંદર બાદશાહ બાવાના વરદ હસ્તે સીવણ ક્લાસ ના વર્ગને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા રોઝવા ગામ શેખ સમાજના આગેવાન ઈબ્રાહીમ મિયા શેખ,રસુલ મીયા શેખ,મુસ્તાક ખાન પઠાણ,હસન ખાન પઠાણ અને સમાજના પ્રમુખ ગુલામ મયુદ્દીનમીયા શેખ ઉપરાંત મહેબૂબમીયા શેખ,અસગરભાઈ શેખ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો શેખ જફુભાઈ (ફોરમેન) વાડદના સરપંચ ઝાકીર હુસેન શેખ,રૂસ્તમ પુરાના સરપંચ રફીક મીયા શેખ, રોઝવા ના સરપંચ કલામ હુસેન શેખ,વાડદના સલીમ મિયા શેખ, આશિક હુસેન માસ્તર,આરીફ મીયા શેખ,યુસુફ મિયા શેખ (S.T),એડવોકેટ ફિરોજ ઉર્ફે સદ્દામ ભાઈ,પત્રકાર યાસીન મિયાં શેખ,યુસુફ મિયા શેખ (કસબા), હસન ખાન પઠાણ,બેલીફ અબ્દુલખાન પઠાણ,મુખત્યાર મિયાં શેખ તેમજ શેખ સમાજના આગેવાનો,યુવાનો,બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમનુ સફળ સંચાલન બાલાસિનોર ના ઈકબાલભાઈ મેમણે કર્યું હતું. અંતમાં આભાર વિધિ વાડદ ના શેખ ગુલામમૈયુદ્દીન દુબઈ વાળાએ કરી હતી.

તસ્વીર :- યાસીન શેખ, અંધાડી









