જંબુસરઃ દહેગામ દરિયામાં લાપતા થયેલા સારોદના ૨૫ વર્ષીય અક્ષય કરસન વાઘેલાની ત્રીજા દિવસે લાશ મળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસરના દહેગામ દરિયામાં લાપતા થયેલા સારોદના ૨૫ વર્ષીય અક્ષય કરસન વાઘેલાની ત્રીજા દિવસે લાશ મળી આવી હતી.બોટમાં ખામી સર્જાતામાછીમારો દરિયામાં તણાયા હતા, જેમાંથી ૭નો બચાવ થયો હતો.જ્યારે સારોદના ૨૫ વર્ષીય અક્ષય કરસન વાઘેલાનું કરૂણ મોત નીપજ્યું હતું.

જંબુસર તાલુકાના દહેગામ દરિયામાં બોટમાં ખામી સર્જાતામાછીમારો દરિયામાં તણાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં સ્થાનિકોની મદદથીમાછીમારોને સહીસલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.સારોદ ગામનો ૨૫ વર્ષીય યુવાન અક્ષય કરસન વાઘેલા લાપતા બન્યો હતો.અક્ષય વાઘેલા લાપતા બન્યા બાદ પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાંજંબુસર મામલતદાર સહિતનું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. તેમજ SDRFની ટીમ દ્વારા દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અક્ષયની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન ત્રીજા દિવસે ગાંગવા ગામ નજીક દરિયામાંથી અક્ષય કરસન વાઘેલાનો મૃતદેહ મળી આવતા શોધખોળનો કરૂણ અંત આવ્યો હતો. યુવાનનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં આક્રંદ સાથે શોકની લાગણી છવાઈ જવા પામી હતી.લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!