વાગરાના પહાજ ગામે આડા સંબંધની આશંકાએ યુવક ની છરા ના ઘા ઝીંકી કરપીણ હત્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના પહાજ ગામે આડા સંબંધની આશંકાએ યુવક ની છરા ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.અંધારાનો લાભ લઈ યુવક પર ઘાતક હુમલો કરાયો હતો.વીજળી ગુલ થતાંઆસિફ મહંમદ જીબાવા પટેલ છરો લઈ વસીમ ઇકબાલ દીવાન પર તૂટી પડ્યો હતો,ઘટનાસ્થળે થી છરો અને બુલેટની ચાવી મળી હતી.વાગરા તાલુકાના પહાજ ગામે વરસાદી માહોલ વચ્ચે વીજળી ગુલ થતાની સાથે૨૭ વર્ષીય આશાસ્પદ યુવક વસીમ ઇકબાલ દીવાન ઉપર ઘાતક હથિયાર વડે આસિફ મહંમદ જીબાવા પટેલે જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પહાજ ગામના દિવાન ફળીયામાં રહેતા વસીમ ઇકબાલશા દિવાન ઉ.વ.૨૫ રાત્રીના જમ્યા બાદ પહાજ ગામે કાછીયા ફળીયામાં તેના મિત્રો પાસે બેસવા ગયેલ હતો તે દરમ્યાન રાત્રીના આશરે પોણા દશેક વાગ્યે આસીફ મહંમદ પટેલ તેની બુલેટ લઇને આવી ચડ્યો હતો.અને વસીમ દિવાનને જણાવેલ કે આજે તો હું તને જીવતો જ નહી છોડુ તેમ કહી તરત જ તેના પેન્ટના કમરના ભાગેથી છરો કાઢી વસીમના છાતીના ભાગે તથા જમણી તથા ડાબી બાજુ હાથના ભાગે ઉપરા છાપરી છરાના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા વસીમ લોહીલુહાણ થઈ લથડી પડ્યો હતો.જોકે, તેની સાથે હાજર મિત્રોએ તાત્કાલિક હિંમત દાખવી યુવકને બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા વસીમને લોહીલુહાણ હાલતમાં કાર મારફતે તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ત્યા થી વડોદરા રીફર કરાતા આદિક્યુરા સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ. જયા સારવાર દરમિયાન વસીમશા દિવાનનું મોત નીપજ્યું હતું.આ અંગે વાગરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આસિફ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક વસીમ દીવાન આસિફની પટેલની પત્ની સાથે કથિત રીતે પકડાયાની ચર્ચા, પંથકમાં વિવિધ અટકળો તેજ

મૃતક વસીમ આસિફની પત્ની સાથે કથિત રીતે પકડાયો હોવાની ચર્ચાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું છે.સાથે જ વિવિધ પ્રકારની વાતોની સાથે અનેક પ્રકારની અટકળો તેજ બનવા પામી છે.થોડા દિવસો અગાઉ મૃતક વસીમશા આસિફ પટેલની પત્ની સાથે કથિત રીતે પકડાયો હોવાની ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. આ ઘટનાને પગલે વસીમશા દીવાન સાથે આસિફ પટેલના પરિજનો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે.જોકે, સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ મળી નથી. ઘટનાને લઈને પંથકમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. સમગ્ર હકીકત શું છે અને આ ઘટનાની પાછળનું સાચું રહસ્ય શું છે, તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!