જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન અને જુબિલન્ટ ઇંગ્રેવિયા લિમિટેડ (વિલાયત) એ વિલાયત ખાતે શિક્ષણ-કેન્દ્રિત પ્રોજેક્ટ ‘જ્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર ૨૦૨૬’ શરૂ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવાનો, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક યાત્રા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાનો છે.આ પહેલ હેઠળ, ૬ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ૨૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. રહાડ, અરગામા, વોરાસમની અને ભેરસમ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પસંદગી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દરેક પસંદ કરાયેલા વિદ્યાર્થીને ‘માઇન્ડસ્પાર્ક’ થી સજ્જ લેનોવો ટેબ્લેટ આપવામાં આવ્યું હતું, જે એક AI-આધારિત અનુકૂલનશીલ શિક્ષણ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક જરૂરિયાતો અનુસાર વ્યક્તિગત શિક્ષણ અનુભવ પ્રદાન કરે છે, જે તેમના જ્ઞાન, સમજણ અને શૈક્ષણિક પ્રદર્શનને વધારવામાં મદદરૂપ નીવડશે.પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષ સુધી આ પહેલનો લાભ મળશે. શૈક્ષણિક પ્રગતિને ટ્રેક કરવા માટે, પૂર્વ-મૂલ્યાંકનો અને પોસ્ટ-મૂલ્યાંકનો હાથ ધરવામાં આવશે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ પર પહેલની અસરનું માપન સક્ષમ બનાવશે.

જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા લિમિટેડ (વિલાયત)ના સાઇટ હેડ ગુરીશ ખોસલા આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા, તેમણે શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવા માટે ડિજિટલ શિક્ષણ દ્વારા પૂરી પાડવામાં આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી હતી.આ તબક્કે ધરમ પંડ્યા (પી. આર. હેડ) અને ઇન્દર શર્મા (એડમીન એન્ડ સિક્યોરિટી હેડ) પણ હાજર રહયા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.અજય દગે (સી.એસ.આર. હેડ), ધ્વનિ અરોરા, મુહાફિજ દેસાઇ અને મુસ્કાન રાજ દ્વારા કાર્યક્રમનું આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જ્યુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન ટીમના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.નોંધપાત્ર છે કે આગામી શિક્ષક દિવસ ને ધ્યાને રાખીને જ્યુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન દ્વારા શિક્ષકોના જીવન અને ભવિષ્યને ઘડવામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરવા માટે એક ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શિક્ષકોના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ જવાબદાર, જ્ઞાનવાન અને આત્મવિશ્વાસુ વ્યક્તિઓના નિર્માણમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.પ્રશંસાના પ્રતીક તરીકે, શિક્ષકોને તેમના સમર્પણ, પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિકાસ પ્રત્યેના સતત પ્રયાસોની સ્વીકૃતિમાં પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા









