કરમસદ–આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો સપાટો :: ચાર એકમોને કુલ ₹ ૫૦ હજારનો દંડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કરમસદ–આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા ચાર એકમોને કુલ ₹ ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવતા મહાપાલીકા વિસ્તારના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં સોપો પડી જવા પામ્યો છે.નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરતા ખાણીપીણીના એકમો સામે કરમસદ–આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હતી.મનપાની આરોગ્ય ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન જાણીતા ખાદ્ય એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ સામે આવતા કુલ ₹ ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.મનપાના આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોના વેચાણમાં જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં, સ્વચ્છતાની સ્થિતિ કેવી છે તેમજ કર્મચારીઓ પાસે જરૂરી હેલ્થ સર્ટિફિકેટ છે કે નહીં સહિતના મુદ્દાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.કર્મચારીઓ પાસે હેલ્થ સર્ટિફિકેટનો અભાવ હોવાનું ખુલવા પામ્યું હતું.વધુમાં તપાસ દરમિયાન એક બેકરીમાં વેચાણ માટે રાખવામાં આવેલા કેક પર મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

કેટલાક સ્થળોએ અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોના ભંગની સ્થિતિ પણ જોવા મળતા આરોગ્ય વિભાગે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં ચાર પ્રતિષ્ઠિત એકમો પાસેથી ₹ ૫૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણ (ખંભાતવાળા) ને ₹ ૨૫,૦૦૦ તથા સિલ્વર ડ્રેગન ચાઈનીઝ ને૧૦,૦૦૦ તેમજ કભી બી (Kabhi B) બેકરી ને૧૦,૦૦૦ ઉપરાંત ડાંગી ડમ્સ (Dangee Dums) ને ₹ ૫,૦૦૦ આમ, ચારેય એકમો પાસેથી કુલ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય એકમોના સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ એકમને બક્ષવામાં આવશે નહીં.ખાદ્ય સામગ્રી પર નિયમ મુજબ જરૂરી તારીખો દર્શાવવી, સ્વચ્છતા જાળવવી તેમજ ખાદ્ય પદાર્થો સાથે સીધા સંપર્કમાં આવતા કર્મચારીઓની નિયમિત આરોગ્ય તપાસ કરાવી જરૂરી છે. પ્રમાણપત્રો જાળવવા ફરજિયાત હોવાનું મનપા તંત્ર દ્વારા જણાવાયું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!