સાયખા કેમિકલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીઝ એસીસીએશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીઝ એસીસીએશન સાયખા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉદ્યોગકારો અને સભ્યો રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા હતા.સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) દ્વારા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસર નિમિત્તે સાયખા GIDC એસ્ટેટમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં SIAના સભ્યો અને ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સવારે ૧૦:૩૦ કલાકે સાયખા સ્થિત SIA એસોસિએશન કચેરી ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. SIAના સભ્યો પોતાની કાર સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા. સમગ્ર માર્ગ પર તિરંગો લહેરાવતાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

તિરંગા યાત્રા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી યાત્રા સલામત અને સુચારુ રીતે યોજાઈ શકે.SIA દ્વારા આયોજિત તિરંગા યાત્રાએ સાયખા GIDC વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો. ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને ગૌરવપૂર્વક સલામી આપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવવામાં આવી હતી.

આ તિરંગા યાત્રા દ્વારા “દેશ પ્રથમ”ની ભાવનાને મજબૂત બનાવવાનો તથા સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!