વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ તબક્કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી ઈનામ વિતરણ કરાયું હતું.

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની પ્રાથમિક શાળામાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં ગામના મહિલા સરપંચના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ એકસાથે રાષ્ટ્રગાન કરી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

આ પ્રસંગે કે.પી. ગ્રુપના સહયોગથી ધોરણ ૧થી ૮માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામને બિરદાવી તેમના શૈક્ષણિક પ્રગતિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.ત્યારબાદ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ, સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ તેમજ દેશના વીર શહીદોના અમૂલ્ય બલિદાન અંગે માહિતગાર કર્યા હતા.

શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાનો સંદેશ આપ્યો હતો.કાર્યક્રમમાં ગામના સરપંચ, એસ.એમ.સી. સભ્યો, વાલીગણ, શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.કાર્યક્રમના અંતે તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









