ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ‘પ્રોજેક્ટ પોષક’ હેઠળ ભરુચ જિલ્લાની અપૂરતા વજન ધરાવતી સગર્ભા માતાઓને પ્રોટીન પાઉડરનું વિતરણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિલાયતની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ‘પ્રોજેક્ટ પોષક’ હેઠળ ભરુચ જિલ્લાની અપૂરતા વજન ધરાવતી સગર્ભા માતાઓને પ્રોટીન પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમાજના સર્વાંગી વિકાસ અને માતા-શિશુના આરોગ્યને પ્રાથમિકતા આપતા ગ્રાસિમના સહયોગ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગ અને ઇનર વીલ ક્લબ ઓફ ભરૂચ ના સયુક્ત ઉપક્રમે “પ્રોજેક્ટ પોષક” અંતર્ગત જિલ્લાના તમામ નવ તાલુકાની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રોટીન પાઉડર વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરુચ ખાતે કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમ હેઠળ જિલ્લાની ૧૫૩૫ જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓને પોષણ પૂરક તરીકે 200 ગ્રામના પ્રોટીન પાઉડરના ત્રણ ડબ્બા વિતરણ કરવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના દ્વારા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવી તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે.

પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ના ફાઈબર વિભાગના યુનિટ હેડ આર.રામકુમાર અને એચ આર ના વડા નિમેષ જાદવ ના માર્ગદર્શન હેઠળ અમલીકૃત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત (એપોક્ષી)ના યુનિટ હેડ શ્રી રાકેશ ચોક્સી સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,”સ્વસ્થ માતા એ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે. જો માતા સ્વસ્થ હશે તો જ દેશને સ્વસ્થ, સશક્ત અને સંસ્કારી નાગરિકો મળશે. માતા અને બાળકનું આરોગ્ય માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે.”કાર્યક્રમના આયોજન બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મુનીરા શુક્લાએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!