વાગરાના કેશવાણ ગામે તળાવમાં ન્હાવા પડેલ આધેડનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાગરા તાલુકાના કેશવાણ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા આધેડ તળાવમાં ન્હાવા માટે પડયા હતા.તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.કેશવાણ ગામના તળાવમાં ન્હાવા માટે ગયેલા ૫૦ વર્ષીય આધેડ સુરેશભાઈ ઉર્ફે ગડબડ ચંદુભાઈ રાઠોડ નું પાણીમાં ડૂબી જવાથી આકસ્મિક અને કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.આ બનાવ અંગે મૃતકના પત્ની શારદાબેન સુરેશભાઈ ઉર્ફે ગડબડ ચંદુભાઈ રાઠોડે વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બનેલી આકસ્મિક દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









